ધર્મતેજ

આચમન- સંતોષ: માનસિક પ્રસન્નતા પૂરી પાડે!

-અનવર વલિયાણી

ગુજરાતમાં એક અતિ પ્રચલિત કહેવત છે કે સંતોષી જીવ સદા સુખી…!

  • મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે
  • સંતોષની પ્રાપ્તિ એ સ્વર્ગપ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે,
    કારણ કે
  • સાચું સુખ સંતોષની કૂખેથી જ આવિર્ભાવ થાય છે.
  • ધર્મતેજ પૂર્તિના વ્હાલા જિજ્ઞાસુ વાચક મિત્રો!
  • સંતોષનો અર્થ પ્રયત્નની સમાપ્તિ થાય એવો રખે કરશો.
  • પરંતુ સંનિષ્ઠ પ્રયત્નને અંતે જે કાંઈ ઉપલબ્ધ થાય તેને
  • દુ:ખ,
  • શોક, કે
  • વિષાદ વગર પ્રસન્નતાપૂર્વક આવકારવાની મનોદશા છે.
  • સંતોષમાં સુખ એટલા માટે સમાયેલું છે કે એ
  • મનુષ્યને જાતજાતના માનસિક પરિતાપોથી દૂર રાખે છે.
  • માણસનું મન તો ચંચળ છે,
  • ઈચ્છાઓનો અનંત મહાસાગર એમાં હિલોળા લેતો જ
    રહે છે.
  • એટલે જો તૃષ્ણાઓના તરંગો તોફાને ચઢવા દેવામાં આવે તો મનુષ્ય શાંતિ અને સ્વસ્થતા ખોઈ બેસે.
  • અને એટલે જ
  • મહાભારતમાં સંતોષી મનોવૃત્તિ પર ભાર મૂકવામાં આવ્યો જેથી માણસ સુખો માટે અકરાંતિયો ન બને.
  • અતૃપ્ત વાસનાઓ,
  • મહાત્ત્વાકાંક્ષી
  • સ્વપ્નો પાછળ વિવેકહીન દોડમાં અટવાયા જ કરે તો માણસ માનસિક સંતુલન ખોઈ બેસે.
  • કારણ કે
  • જેમ તે પામતો જાય તેમ તેનાથી વધુ પામવાની વૃત્તિ તેનામાં વકરતી જાય.
  • અસંતોષ ઘણીવાર માણસ પાસે એવા કાર્ય કરાવે છે કે જે તેના માટે ખતરારૂપ પુરવાર થાય.
  • એટલે આપણી પાસે જે હોય તેનાથી સંતુષ્ટ રહેવું
  • પણ…
  • એનો અર્થ એ નથી કે આપણે જેવા હોઈએ તેનાથી સંતુષ્ટ જ રહેવું.
  • શાળા-કોલેજમાં અભ્યાસ કરતાં સંતાનો, સ્ત્રી-પુરુષ દરેકને પ્રગતિ કરવાનો જન્મસિદ્ધ અધિકાર છે એને વિવેક અને સમજપૂર્વક આગળ વધવું જોઈએ.
  • પરંતુ
  • કેવળ આગળ વધવાની વિવેકશૂન્ય ભૂખ એની પાસે
  • સાધનની શુદ્ધિ છીનવી લે,
  • અસંતોષ એની પાસે મનમાન્યા કાર્યો કરાવે,
  • તૃષ્ણા એને રાતદિવસ નચાવ્યા કરે
  • અને એટલે જ
  • સંતોષ એ માનસિક પ્રસન્નતા પૂરી પાડે છે
  • અને
  • રઘવાટ,
  • અકળાટ,
  • ઉકળાટથી મનુષ્યને દૂર રાખીને સંયમપૂર્વક આગળ વધવાનું બળ પૂરું પાડે છે.

પથ્થર કી લકિર:

સંત સમાગમ:

  • સંતોષ એ નથી પરાજય કે નથી પ્રયત્નનું પૂર્ણવિરામ.
  • એ તો છે તૃપ્તિનો ઓડકાર.
  • આપણા ધાર્મિક ગ્રંથો, સાધુ, સંત, શાહ, ઓલિયાઓ થોડામાં ઘણું કહી જાય છે જેને તો આપણે સાચા મનથી હૃદયપૂર્વક આચરણ કરવાનું છે અને જીવનને ખુશહાલ બનાવવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button