વડોદરા

વડોદરામાં રેલવે પોલીસે પાંચ બાંગ્લાદેશી ઝડપ્યા, અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા હતા

વડોદરા : જમ્મુ કાશ્મીરના પહેલગામની આતંકી ઘટના પછી રાજ્યભરમાં ધૂસણખોરોનો સર્વે શરુ કરવામાં આવ્યો છે.તેમજ ગુજરાત પોલીસે રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે પોલીસે અલગ અલગ વિસ્તારોમાં પુરાવા ચેક કરીને તેમને ઝડપવાની શરૂઆત કરી છે. ત્યારે અમદાવાદથી પશ્ચિમ બંગાળ જવા ટ્રેનમાં નીકળેલા પાંચ બાંગ્લાદેશીને વડોદરા રેલવે પોલીસે ઝડપી પાડયા છે.

હાવડા એક્સપ્રેસ ટ્રેનના થર્ડ એસી કોચમાંથી ધરપકડ

આ લોકોની હાવડા એક્સપ્રેસ ટ્રેનના થર્ડ એસી કોચમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ લોકો જનરલ ટિકિટ લઇને થર્ડ એસીની ટિકિટનો દંડ ભરી રહ્યા હતા. રેલવે પોલીસે ઝડપેલા આરોપીમાં રોહિદુલ શેખ અમદાવાદમાં પરિવાર સાથે રહેતો હતો અને કચરો વીણવાનું કામ કરતો હતો. જ્યારે સુરત ખાતે રહેતો મહંમદ શેખ ભીખ માંગવાનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરામાંથી 8 ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ઝડપાયા

વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરની આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. આજવા રોડ ખાતે આવેલી એકતા નગર વસાહતમાંથી 300 શંકાસ્પદોને પૂછપરછ માટે હિરાસતમાં લેવાયા હતા. છેલ્લા બે દિવસમાં વડોદરા શહેરમાંથી 8 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપવામાં આવ્યા છે. જ્યારે 20 લોકોના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શંકાના દાયરામાં રહેલા લોકોના આધાર કાર્ડમાં બાંગ્લાદેશને અડીને ભારતમાં આવેલા રાજ્યોના એડ્રેસ મળ્યા હોવાથી તેની ખાત્રી કરવા માટે કાઈમ બાન્ય તેમજ એસઓજીની ટીમ પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થઈ છે.

આપણ વાંચો:  ગુજરાતના સૌથી મોટા ઉદ્યોગપતિએ ખરીદી ટેસ્લાની હાઈટેક કાર, કોણ છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button