RCB સામે હાર બાદ અક્ષર પટેલની કેપ્ટનશીપ સામે સવાલ! આ 2 ભૂલ ભારે પડી

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 46મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)એ દિલ્હી કેપિટલ્સ(DC)ને 6 વિકેટથી હરાવી. આ જીત સાથે RCB 14 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા ક્રમે પહોંચી ગઈ છે અને DC 12 પોઈન્ટ્સ સાથે પહેલા ક્રમે છે.
DCની હાર માટે ઘણા કારનો જવાબદાર રહ્યા છે. પહેલા ટીમની રનરેટ ધીમી રહી અને ત્યાર બાદ બોલર્સના ખરાબ પ્રદર્શનને કારણે DCને હાર મળી. ટીમની ફિલ્ડિંગ પણ ખરાબ રહી. આ ઉપરાંત અક્ષર પટેલની કેપ્ટનશીપ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. નિષ્ણાંતોના મત મુજબ કેપ્ટન અક્ષર પટેલના ખરાબ નિર્ણયોને કારણે DCને હાર મળી.
અક્ષરનો નિર્ણય ઉલટો પડ્યો:
રન ચેઝ કરી રહેલી RCB ને જીતવા માટે છેલ્લી બે ઓવરમાં 12 રનની જરૂર હતી અને ટિમ ડેવિડ અને કૃણાલ પંડ્યા ક્રીઝ પર હતા. આવી સ્થિતિમાં, બધાને અપેક્ષા હતી કે કેપ્ટન અક્ષર પટેલ 19મી ઓવર મિશેલ સ્ટાર્ક અથવા દુષ્મંથ ચમીરાને આપશે. આ બંને બોલરો પાસે હજુ એક ઓવર બાકી હતી અને તેઓ ડેથ ઓવરોમાં ટિમ ડેવિડ સામે સારી બોલિંગ કરી શક્યા હોત, પરંતુ અક્ષરે 19મી ઓવર મુકેશ કુમારને આપી, જેણે પહેલા જ ઘણા રન આપ્યા હતાં.
19મી ઓવરમાં મુકેશ કુમારના પહેલા બોલ પર ટિમ ડેવિડે સિક્સર ફટકારી. આ પછી બીજો બોલ નો બોલ પડ્યો, જેના પર ટિમ ડેવિડે ચોગ્ગો ફટકાર્યો. પછી બીજી ફેર ડિલિવરી પર ચોગ્ગો વાગ્યો. ડેવિડે ત્રીજા બોલ પર શાનદાર બાઉન્ડ્રી ફટકારીને RCBને જીત અપાવી.
આ રીતે મેચ 19મી ઓવરમાં જ સમાપ્ત થઈ ગઈ. અક્ષર પટેલનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો.. મુકેશે પોતાની 3.3 ઓવરમાં 51 રન આપ્યા અને એક પણ વિકેટ ન લઇ શક્યો.
સ્પિનરને ઓછી ઓવર આપી:
પિચ સ્પિનરોને મદદ કરી રહી હતી, સ્પિનર્સને વધુ ઓવર આપી હિતાવહ હતી. કુલદીપ યાદવે ચાર ઓવરમાં માત્ર 28 રન આપ્યા. આ મેચમાં RCB સ્પિનરો સુયશ શર્મા અને કૃણાલ પંડ્યાએ પણ શાનદાર બોલિંગ કરી હતી. પરંતુ અક્ષર પટેલે સ્પિનર વિપરાજ નિગમને ફક્ત એક ઓવર આપી હતી.
આપણ વાંચો: DC vs RCB: વિરાટ કોહલી અને કે એલ રાહુલ મેદાન પર ઝઘડી પડ્યા! જાણો શું હતું કારણ