
અમદાવાદ : ગુજરાતમાં ધીરે ધીરે વધી રહેલી ગરમીના પગલે લોકો ત્રાહિમામ પોકારવા લાગ્યા છે. જેમાં રાજ્યમાં આજે પણ ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં રવિવારે તાપમાન 46 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. જેમાં અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. અમદાવાદમાં 41.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જેના પગલે શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.
32 ડિગ્રીથી લઈને 45.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું
ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે.ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જ્યારે 32 ડિગ્રીથી લઈને 45.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના આંકડા અનુસાર ભુજમાં 41, નલિયામાં 35, કંડલા (બંદર) માં 36, કંડલા (એરપોર્ટ) માં 45.6 ડિગ્રી, અમરેલીમાં 41, ભાવનગરમાં 32, દ્વારકામાં 33, ઓખામાં 33, સુરેન્દ્રનગર 42, મહુવામાં 35, ગાંધીનગરમાં 41 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40, વડોદરામાં 39, સુરતમાં 36 અને દમણમાં 34 ડિગ્રી નોંધાઈ છે.
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થશે. આમ આગામી દિવસોમાં હજુ પણ લોકોએ ગરમી સહન કરવી પડશે.
આપણ વાંચો: વર્ષ 2024-25માં ગુજરાતમાંથી કેટલો ટેક્સ ભર્યો કરદાતાઓએ, રિફંડ કેટલું મેળવ્યું?