IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

વર્લ્ડ કપ 2023: અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવીને રચ્યો ઈતિહાસઃ આઠ વિકેટે હરાવ્યું

ચેન્નઈઃ અહીંના ચિદમ્બરમાં સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપની રમાયેલી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને જોરદાર ટક્કર આપીને હરાવ્યું હતું. આ અગાઉ અફઘાનિસ્તાને વલ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જયો હતો, ત્યારબાદ આજે સતત બીજી વાર પાકિસ્તાનને હરાવીને નવો ઈતિહાસ સર્જયો છે.

પહેલી બેટિંગમાં આવેલી પાકિસ્તાનની ટીમે સાત વિકેટે 282 રન બનાવ્યા હતા, જેમાં આજે પાકિસ્તાનને અફઘાનિસ્તાને આઠ વિકેટથી હરાવ્યું હતું. બીજી ઈનિંગમાં 283 રનના ટાર્ગેટ સાથે જીતવા આવેલી અફઘાનિસ્તાનની ટીમના બેટરોએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. અફઘાનિસ્તાન વતીથી રહમાનુલ્લાહ ગુરબાજે એક સિક્સર અને નવ ચોગ્ગા સાથે 53 બોલમાં 65 રન કર્યા હતા, જ્યારે ઈબ્રાહિમ ઝરદાને 10 ચોગ્ગા સાથે 113 બોલમાં 87 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની પહેલી વિકેટ 130 અને બીજી વિકેટ 190 રને પડી હતી, પરંતુ ત્યારબાદ રહમતે 84 બોલમાં 77 રન અને કેપ્ટન હશમુતુલ્લાહે 45 બોલમાં 48 રન મારીને અફઘાનિસ્તાનને જીતાડવામાં મહ્ત્વની ઈનિંગ રમ્યાં હતા.

પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં સુકાની બાબર આઝમે નોંધપાત્ર ઈનિંગ રમ્યો હતો. બાબર આઝમે 92 બોલમાં 74 રન કર્યા હતા. બાબર આઝમ સિવાય અબ્દુલ્લા શફીકે 75 બોલમાં 58 કર્યા હતા, ત્યારબાદ મિડલ ઓર્ડરમાં શાદાબ ખાન અને ઈફ્તિખાર અહેમદ બંનેએ 40-40 રન કર્યા હતા.

એના સિવાય સાદ સકીલ પચીસ રન બનાવ્યા હતા. પચાસ ઓવરમાં સાત વિકેટે 282 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના બોલરની બોલિંગ મિડિયમ રહી હતી, પરંતુ ફિલ્ડિંગ સારી રહી હતી. 17 રન એક્સ્ટ્રા આપ્યા હતા.

અફઘાનિસ્તાને પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું હતું, જેમાં એક ઓવર બાકી હતી, ત્યારે અફઘાનિસ્તાન જીત્યું હતું. આ અગાઉ વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રને હરાવીને અફઘાનિસ્તાને અપસેટ સરજ્યો હતો. આજની બાબર આજમની પાકિસ્તાનની ટીમને હરાવ્યા પછી હવે પાકિસ્તાનની ટીમ માટે વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં રમવા માટે ચઢાણ કપરા રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button