અમદાવાદ

અમદાવાદમાં રોજગાર મેળાનું આયોજનઃ 2000થી વધુ યુવાનની થઈ પસંદગી

અમદાવાદઃ અમદાવાદમાં જિલ્લા મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા મોટા પાયે ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર કચેરી અમદાવાદ ખાતે તારીખ 21મી એપ્રિલથી 25મી એપ્રિલ સુધી સેક્ટર સ્પેસિફિક ભરતી મેળાનું કરાયું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં 83 જેટલી વિવિધ અગ્રગણ્ય કંપનીઓ દ્વારા રોજગારવાંચ્છુ યુવાનો માટે રોજગારીની તક પ્રદાન કરવામાં આવી હતી. પાંચ દિવસીય યોજાયેલ રોજગાર મેળામાં 2400થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જે પૈકી 2000થી પણ વધુ યુવાનોની વિવિધ કંપનીઓ દ્વારા પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી.

તારીખ 21મી એપ્રિલના રોજ યોજાયેલ મેન્યુફેકચરિંગ તેમજ ઓટોમોબાઇલ સેકટર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ટાટા મોટર્સ, સુઝુકી મોટર્સ, યઝાકી ઇન્ડિયા, લુબી ઇન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ 17 કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તારીખ 22મી એપ્રિલે ફાર્માસ્યુટિકલ તેમજ હેલ્થકેર સેકટર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

બેન્કિંગ, ફાઈનાન્સ તેમજ એકાઉન્ટિંગ સેક્ટર દ્વારા 23મી એપ્રિલના રોજ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં એક્સિસ બેંક, એચડીએફસી ફાઈનાન્શિયલ સર્વિસ, ઈક્વિટીઝ બેંક, એયુ સ્મોલ ફાયનાન્સ બેંક, ઇન્ડ્સઇન્ડ બેંક, સત્ય માઇક્રોકેપિટલ બેંક જેવા 18 જેટલા બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે 24મી એપ્રિલે માર્કેટિંગ, સેલ્સ & સર્વિસ, જેમ્સ & જ્વેલરી સેક્ટર અને સિક્યુરિટી સર્વિસ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

આપણ વાંચો:  વિરોધ, સમર્થન અને વાક્ પ્રહાર! પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ કહ્યું કે – ગોંડલ મિર્ઝાપુર છે

તારીખ 25મી એપ્રિલના રોજ આઇ. ટી. તેમ જ ટેક્ષટાઈલ, હોટેલ & રેસ્ટોરા સેક્ટર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ઈશાન ટેકનોલોજી, અરવિંદ સ્માર્ટ ટેક્ષટાઈલ, જ્યાત્માં ટેકનોલોજી, ઓરબીટેક ઇન્ફોવેબ, દિવ્યા ઇન્ફોકેમ, માસ કોલનેટ જેવા વિવિધ 15 જેટલા એકમના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરતી મેળામાં આવેલી કંપનીઓ દ્વારા 2000થી પણ વધુ યુવાનોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button