ટોપ ન્યૂઝનેશનલ

Video: ઈન્ડિયન નેવીએ અરબસાગરમાં શક્તિ પ્રદર્શન કર્યું; પાકિસ્તાનની ચિંતા વધી

નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અહેવાલ મુજબ ઇન્ડિયન આર્મી લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર કાર્યવાહીની તૈયારીઓ કરી રહી છે, ત્યારે ઇન્ડિયન નેવી અરબસાગરમાં શક્તિપ્રદર્શન કરી રહી છે. આજે ઇન્ડિયન નેવીએ અરબસાગરમાં અનેક એન્ટી-શિપ મિસાઇલ ફાયર કરી હતી અને લાબા અંતર સુધી ટાર્ગેટ પર ચોક્કસાઈથી હુમલાઓ કરવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.

ઇન્ડિયન નેવીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયર, નીલગીરી અને ક્રીવક ક્લાસ ફ્રિગેટ વોર્શીપ્સ પરથી બ્રહ્મોસ એન્ટી શીપ અને એન્ટી સર્ફેસ મિસાઈલ લોચ થતી જોવા મળે છે. નેવીની આ કવાયતોનો ઉદ્દેશ્ય સમુદ્રમાં ચોકસાઈ સાથે હુમલાઓ માટે પ્લેટફોર્મ, સિસ્ટમ્સ અને ક્રૂને ફરીથી તૈયાર કરવાનો હતો.

આ પણ વાંચો: પહલગામ હુમલાની તપાસ માટે એનઆઈએ મેદાનમાં, મહત્ત્વના પુરાવા મળ્યા

ઇન્ડિયન નેવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં લખ્યું, “ઇન્ડિયન નેવીના જહાજોએ લાંબા અંતરન સુધી ચોકસાઇપૂર્વક આક્રમક હુમલા માટે પ્લેટફોર્મ, સિસ્ટમ્સ અને ક્રૂની તૈયારીને ફરીથી ચકાસવા અને દર્શાવવા માટે અનેક સફળ એન્ટી-શિપ ફાયરિંગ કર્યા. ભારતીય નૌકાદળ ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે ત્યારે રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે યુદ્ધ માટે તૈયાર છે, વિશ્વસનીય અને ભવિષ્ય માટે તૈયાર છે.”

INS સુરત પણ તૈયાર

આ પહેલા ઇન્ડિયન નેવીએ મિસાઇલ ડિસ્ટ્રોયર INS સુરતે મધ્યમ અંતરની સર્ફેસ ટૂ એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલની રેન્જ લગભગ 70 કિલોમીટર છે. ઇન્ડિયન નેવીએ કહ્યું કે, ‘ઇન્ડિયન નેવીએ નવા સ્વદેશી મિસાઇલ ડિસ્ટ્રોયર INS સુરતે સમુદ્રમાં સ્થિત ટાર્ગેટને સફળતાપૂર્વક સચોટ રીતે તોડી પાડ્યા છે, જે નૌકાદળની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે.’

LOC પર કાર્યવાહી

ઇન્ડિયન આમીએ LOC પર સર્વેલન્સ વધારી દીધું છે અને ડ્રોનથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. સેનાએ LOC પર વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. સરકારે આતંકવાદી નેટવર્કનો નાશ કરવા માટે સુરક્ષા દળોને છૂટ આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button