અમરેલીમાં વસ્તી ગણતરી પહેલાં 4 દિવસમાં 3 સિંહના મોત, સિંહ પ્રેમીઓમાં ચિંતાનું મોજું

અમરેલીઃ એશિયાઈ સિંહો જે ગુજરાતના ગૌરવ સમાન છે, તે સિંહની 16મી વસ્તી ગણતરી આગામી મે મહિનામાં થવાની છે. નોંધનીય છે કે, ગુજરાતના 11 જિલ્લાના 58 તાલુકાની 35 હજાર ચોરસ કિલોમિટર વિસ્તારમાં વસતા સિંહની ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી વસ્તી ગણતરી કરવામાં આવશે. પરંતુ અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી ગણતરી પહેલા 4 દિવસમાં 3 સિંહોના મોત થયા છે. મળતી વિગતો પ્રમાણે રાજુલા તાલુકાના પીપાવાવ-ભેરાઈ વિસ્તારમાં એક બાળ સિંહનો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ રાજુલાના કોટડી ગામમાં આવેલી વાડીમાંથી દોઢથી બે વર્ષના પાઠડા સિંહનો મૃતદેહ મળ્યો હતો. વન વિભાગ દ્વારા બંને સિંહોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યાં હતાં.
બે સિંહોના મોત કુદરતી રીતે થયા હતાઃ ACF વિરલસિંહ ચાવડા
વસ્તી ગણતરી પહેલા 3 સિંહોનું મોત થયું એ ખૂબ જ ચિંતાજનક વાત છે. સાવરકુંડલા-અમરેલી વચ્ચે પણ એક સિંહનું ટ્રક અકસ્માતમાં મોત થયું હતું. આ મામલે શેત્રુંજી ડિવિઝનના ACF વિરલસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, બંને સિંહોના મોત કુદરતી રીતે થયા હતા, જ્યારે એકનું મોત અકસ્માતના કારણે થયું હતું. આગામી 10 દિવસમાં સિંહોની વસ્તી ગણતરી થવાની છે. વન વિભાગ તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. પરંતુ સિંહોના મોતની ઘટનાઓએ વન વિભાગમાં દોડતું કહ્યું છે. આખરે કુદરતી રીતે પણ સિંહોનો માત કેવી રીતે થયાં? માત્ર ચાર દિવસમાં ત્રણ સિંહનો મોત થતા સિંહપ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયામાં થશે સિંહોની વસ્તી ગણતરી
વસ્તી ગણતરીની વાત કરવામાં આવે તો, એશિયાઈ સિંહની 16મી વસ્તી ગણતરી આ વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયામાં યોજાઈ શકે છે. જેમાં પહેલા પ્રાથમિક વસ્તી અને પછી આખરી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ખાસ વાત એ છે કે, ગુજરાતના 11 જિલ્લાના 58 તાલુકાના કુલ 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં એશિયાઈ સિંહનું અસ્તિત્વ છે, જેમની ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી વસ્તી ગણતરી કરવામાં આવશે.
આપણ વાંચો: વિરોધ, સમર્થન અને વાક્ પ્રહાર! પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ કહ્યું કે – ગોંડલ મિર્ઝાપુર છે