મરણ નોંધ

પારસી મરણ

એદલ રૂસ્તમજી કરંજીયા તે જરૂ એદલ કરંજીયાના ખાવિંદ. તે નાઝનીન નેવીલ નવલમાણેક તથા ઝરીર એદલ કરંજીયાના બાવાજી. તે મરહુમો રોશન તથા રૂસ્તમજી બી. કરંજીયાના દીકરા. તે નેવીલ નવલમાણેક તથા ખુશનમ કરંજીયાના સસરાજી. તે મરહુમો નરગીસ તથા સોરાબજી મિસ્ત્રીના જમાઈ. તે હોમાય, બોમી, ગુલુ, યાસમીન, કેશમીરા તથા કેકુના ભાઈ. (ઉં.વ. ૮૦). રહેવાનું ઠેકાણું: સી/૨૯ બાઈ જરબાઈ બાગ, વિકટોરિયા ગાર્ડન રોડ, ભાયખલા (પૂ.), મુંબઈ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા તા. ૨૪-૧૦-૨૩ના બપોરે ૩.૪૫ વાગે ભાભા નં. ૧માં છેજી.
રોડા શિયાવક્ષ બાલાપોરીયા તે મરહુમ શિયાવક્ષ રતનશૉ બાલાપોરીયાના વિધવા. તે આદીલ શ. બાલાપોરીયા, મહાઝરીન કે. પેસ્તનજી તથા હુતોકશી શ. બાલાપોરીયાના માતાજી. તે મરહુમો તેહમીના તથા બરજોર દોરાબ વઝીફદારના દીકરી. તે દીલનવાઝ તથા ખુશરૂના સાસુજી. તે નેવીલના બપઈજી. તે સનાયા તથા સાયરીનના મમઈજી. (ઉં.વ. ૯૭). રહેવાનું ઠેકાણું: ૭૮૯, કેરાવાલા બિલ્ડીંગ, ફલેટ નં. ૬, જામે જમશેદ રોડ, પારસી કોલોની, દાદર (પૂ.)-૧૪. ઉઠમણું તથા ચારમની ક્રિયા નથીજી.
રૂસ્તમ ગુસ્તાસ્પ કુપર તે મરહુમો ગુસ્તાસ્પ અને ચાનદાનના દીકરા. તે સયરસ પાલનજી પાલખીવાલા, ફરીદા ગેવ ગનદેવીયા, શેહેનાઝ હોમી મિસ્ત્રીના ફુઈના દીકરા. તે ગવેર સાયરસ પાલખીવાલાના દેર. (ઉં.વ. ૫૮). રહેવાનું ઠેકાણું: વિશાલ હોલ સામે, હરગોવિંદદાસ સેનેટોરિયમ રોડ, ફલેટ નં. ૧૪, બિલ્ડીંગ નં. ૫, બી. એસ. પંથકી બાગ, અંધેરી (પૂ.), મુંબઈ-૪૦૦૦૬૯. ઉઠમણું નથી. ચરમની ક્રિયા બેનેટ ૬માં છે.
સાયરસ રતનજી વજીફદાર તે મરહુમો ઓસ્તી આલુ તથા એરવદ રતનજી વજીફદારના દીકરા. તે જેસમીન યઝદી ભરૂચાના ભાઈ. તે મરહુમ યઝદી મેહેરવાનજી ભરૂચાના સાલાજી. તે જાલુ ટોની પેટીયાવાલાના મામાજી. તે ડેરીયન રોની પેટીયાવાલાના મોટા મામાજી. તે નાજુ એમ. મરચંટ, દીનાઝ તથા દાલી પટેલ તથા મરહુમો દોલી, પેરીન, મની, ફ્રામરોઝ, હોમી તથા રૂસીના ભાણેજ. (ઉં.વ. ૫૫). રહેવાનું ઠેકાણું: રૂમ.નં. ૨૦૬, ૨જે માળે, પાંડયા મેન્શન, ૨૬૨૫, જે. એસ. એસ. રોડ, ધોબી તળાવ, મુંબઈ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા તા. ૨૪-૧૦-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે શેઠના અગિયારી, તારદેવમાં થશેજી.
ઝરીર ફીરોઝ ધાબર તે મરહુમો શેહેરૂ અને પીરોજ ગોદરેજ ધાબરના દીકરા. તે મહારૂખ જાલ મોગલ તથા પરવીન દીનયાર મિસ્ત્રીના ભાઈ. તે ગોદરેજ તથા પીનાજના મામા. તે જાલ મોગલ તથા દીનયાર મિસ્ત્રીના બનેવી. (ઉં.વ. ૬૫). રહેવાનું ઠેકાણુ: વાડીયા બ્લોક નં. ૨, ફલેટ નં. ૨, ગ્રાઉન્ડ ફલોર, માલકમ બાગ, જોગેશ્ર્વરી સ્ટેશન સામે, મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા તા. ૨૪-૧૦-૨૩ના ૩.૪૫ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી.
જરુ આદીલ ઓલપાદવાલા તે મરહુમ આદીલ ર. ઓલપાદવાલાના ધણયાણી. તે મરહુમો દોરાબજી અને ગુલા વરીયાવાના દીકરી. તે ઝીનોબીયા ન. પટેલ, બીનાજ વી. તામબે અને ડાયના ઓલપાદવાલાના માતાજી. તે નેવીલ કે. પટેલ અને વિવેક એ. તામબેના સાસુજી. તે રોશન, કેરસી, હોમી, જીમી તથા મરહુમો માલકમ, ગુસ્તાદ અને રૂસીના બહેન. તે ફ્રેની એ. તામબેના મમઈજી. તે દોલી કે. પટેલના વેવાઈ. તે મરહુમ કાવસ દી. પટેલના વેવાન. (ઉં.વ. ૭૧). રહેવાનું ઠેકાણું: એન. એમ. પીટીટ વાઘો હોમ, ૧૩૩ મોદી ગલી, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા તા. ૨૪-૧૦-૨૩ બપોરે ૩.૪૫ વાગે માનેકજી શેઠ અગિયારીમાં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button