ગોંડલ

વિરોધ, સમર્થન અને વાક્ પ્રહાર! પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ કહ્યું કે – ગોંડલ મિર્ઝાપુર છે

ગોંડલ: ગોંડલમાં અત્યારે સામાજિક અને રાજકીય એમ બન્ને રીતે માહોલ ગરમાયો છે. ગણેશ ગોંડલના સમર્થકો અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા વચ્ચે વાક્ યુદ્ધ થયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવીયા આજે ગોંડલની મુલાકાત આવ્યા હતાં. અલ્પેશ કથીયરિયાએ એવું પણ કહ્યું હતું કે, ગોંડલ ખરેખર મિર્ઝાપુર હતું એ આજે સાબિત થઈ ગયું છે. ગણેશ ગોંડલ અને તેના સમર્થકો પર અલ્પેશ કથીરિયાએ આકરા વાક્ પ્રહારો કર્યાં હતાં.

ગોંડલ એ કોઇની જાગીર નથી, અમે અવારનવાર આવીશુંઃ અલ્પેશ કથીરિયા

વધુમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, આજે જે હુમલો થયો તેનાથી સાબિત થાય છે કે, ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલ એ કોઇની જાગીર નથી, અમે અવારનવાર આવીશું. અમારી ઉપર હુમલો કરનાર લુખ્ખા અને અસામાજિક લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે.’ મહત્વની વાત એ છે કે, ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને તેમને સમર્થકોને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગણેશ ગોંડલના સમર્થકોએ કાળા વાવટા ફરકાવી અલ્પેશ કથીરિયાનો વિરોધ કર્યો હતો. જેથી અલ્પેશ કથીરિયાએ ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યું હતું.

આપણ વાંચો:  જયરાજસિંહ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ફેંક્યો પડકાર, કહ્યું- 2027માં અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો

અણવર ન બનો આગામી ચૂંટણીઓમાં વરરાજા બનીને આવજોઃ જયરાજસિંહ જાડેજા

આ સમગ્ર મામલે જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને અલ્પેશ કથીરિયાને કહ્યું કે, ‘તમે અણવર ન બનો આગામી ચૂંટણીઓમાં વરરાજા બનીને આવજો. આ ગોંડલની જનતા તમને બરાબર જવાબ આપશે’. ગોંડલની વાત કરવામાં આવે તો, અલ્પેશ કથીરિયાના સમર્થનમાં ગોંડલમાં કાર લઈને આવેલા એક સમર્થકે ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પછી પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પરંતુ મૂળ વાત એ છે કે, અત્યારે ગોંડલનો માહોલ ગરમાયો છે. આગામી ચૂંટણીમાં જીત માટે અત્યારે આ બધુ ઘમાસાણ થઈ રહ્યું છે.

જયરાજભાઇ અને તેમના પરિવારનો ગ્રાફ હંમેશા ઉંચો રહ્યોઃ મનસુખ સખીયા

મહત્વની વાત એ છે કે, ‘પાટીદાર સમાજના આગેવાન મનસુખ સખીયાએ પણ અલ્પેશ કથીરિયાનો વિરોધ કર્યો અને જાડેજા પરિવારને સમર્થન આપ્યું હતું. મનસુખ સખીયાએ કહ્યું કે, જયરાજભાઇ અને તેમના પરિવારનો ગ્રાફ હંમેશા ઉંચો રહ્યો છે. પાટીદાર સમાજ હંમેશા તેમની સાથે છે. વિરોધીઓએ ગોંડલને બદનામ કરવાનું પરિણામ આજે જોઇ લીધું, તેમને ગોંડલ છોડીને ભાગવું પડ્યું’.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button