તરોતાઝા

સવારે તેમ જ સંધ્યા સમયે મહાલક્ષ્મી માતાજીની આરતી ગાન કરશો

દિવાળી આવવાના આડે થોડા દી બાકી હોવાથી શરદી, ઉધરસ, તાવ સાથે આંખોમાં બળતરા થવાના એંધાણ સૂચવે છે

આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજા (આરોગ્યદાતા) સૂર્ય તુલા રાશિ, મંગળ-તુલા રાશિ, બુધ-તુલા રાશિ પ્રવેશ
ગુરુ-મેષ વક્રીભ્રમણ, શુક્ર-સિંહ રાશિ, શનિ-કુંભ(સ્વગૃહી)વક્રીભ્રમણ રાહુ-મેષ વક્રીભ્રમણ, કેતુ-તુલા વક્રીભ્રમણ
રાશિમાં રહેશે.

હાલમાં તુલા સંક્રાંતિ ચાલતી હોય અને તુલા રાશિમાં ચતુરસ્થ ગ્રહોનો જમાવડો (સૂર્ય, મંગળ, બુધ, કેતુ) પ્રબળ અંગારાત્મક યોગ આગામી તા. ૩૦ સુધી રહેશે. તુલા રાશિનો સ્વામી શુક્ર જે મેષ અગ્નિતત્ત્વ રાશિ સાતમે પસાર થવાથી ઘાતક ઘટનાઓ સાથે વાતાવરણ તંગ બનાવશે. ચામડીના દર્દો, ગુપ્તાંગ ભાગે થતાં દર્દો તથા મહિલાઓને માસિક સંબંધિત સંબંધિત તકલીફ વધારશે. વિશ્ર્વ યુદ્ધ થવાની પરિસ્થિતિઓનું નિર્માણ થવાના સંકેતો લાગશે જેને કારણે માનસિક ભય ચિંતા ઉદ્વેગ રહ્યા કરે. દિવાળી આવવાના આડે થોડા દી બાકી હોવાથી શરદી, ઉધરસ, તાવ સાથે આંખોમાં બળતરા થવાના એંધાણ સૂચવે છે. વિદ્યાર્થીવર્ગને ગળું પકડાઈ જવાની સમસ્યા વધે. યુવાવર્ગે અકસ્માતના બનાવ માટે સાવચેતી રાખવી. લાંબા સમયથી રોગ, માંદગીથી પીડિત દર્દીઓએ દિવાળી પૂર્વે જરૂરિયાત મંદને યથાશક્તિ રોકડ, કપડાં, મીઠાઈ તથા અન્ય નાની ચીજવસ્તુઓનું દાન ઉત્તમ બની રહેશે. સવારે તેમ જ સંધ્યા સમયે મહાલક્ષ્મી માતાજીની આરતી ગાન કરશો સાથે મીઠાઈના પ્રસાદનો ભોગ લગાવશો.

મેષ (અ, લ, ઇ): માનસિક ફોબિયા વધવાથી મોડી રાત્રિએ ઊંઘ આવે. ગળામાં પાણી પીવાનો સોસ જણાય તેમ જ આંખમાં બળતરા જણાય. નિત્ય શિવ મંદિરમાં દર્શન સાથે જળાભિષેક કરશો.
વૃષભ (બ, વ, ઉ): વજન વધવાની શક્યતાઓ. આકસ્મિક શિર દર્દ સતાવે. સમયસર ભુખ લાગે નહીં. નિત્ય ઉપાસના સાથે કુલદેવી આરાધના ઉત્તમ.

મિથુન (ક, છ, ધ): વાસામાં વારંવાર ખંઝવાળ આવે. હિમોગ્લોબિન ઓછું થતું જણાય. ઊંઘમાં મોડી રાત્રિએ ઝબકી જવાય. વહેલી સવારે સ્નાનઆદિથી પરવારી તુલસી ક્યારે પાણી અર્પણ કરશો.
કર્ક (ડ, હ): ઊંઘ સમયસર ન આવવાની ફરિયાદ જણાય જેને કારણે આરોગ્ય બગાડે. યુરિન અટકી-અટકી આવતો લાગે.

ગુપ્તાંગ ભાગે ચામડી સૂકી પડતી જણાય. પાણી વધુ પીવાનું રાખશો. ઠંડા પીણા કે આઇસક્રીમ ખાઓ નહીં. નિત્ય ગાયત્રીમંત્રની એક માળા કરશો.

સિંહ (મ, ટ): કમર તેમ જ કબજિયાતની તકલીફ વધી શકે. ભોજન કરવામાં રસ રુચી ઓછી જણાય. સૂર્યગ્રહના મંત્ર સાથે આદિત્યનારાયણ સ્તોત્ર કરશો.

ક્ધયા (પ, ઠ, ણ): અગાઉ કમરમાં મચકોડ આવેલની સમસ્યાઓ પુન: વધે. કબજિયાત માટે આયુર્વેદિક દવાઓ લેવી. જીવ દયા સાથે બુધ ગ્રહના મંત્ર જાપ કરશો.

તુલા (ર, ત): આ સપ્તાહના અંતે આરોગ્ય સુધરશે. યુરિન સંબંધિત તકલીફ આવી શકે. ભદ્રકાળી, મહાકાળી માતાજીને સંધ્યા સમયે દીપ કરશો તેમ જ મંત્રજાપ કરશો.

વૃશ્ર્ચિક (ન, ય): ગુદાના ભાગે સૂઝન આવી શકે. ચીકન ગુનિયાનો શિકાર થવાનો ભય વર્તાય. હનુમાનજીને તેલનો દીપક કરશો તેમ જ હનુમાન ચાલીસાનું પઠન કરવું.

ધન (ભ, ધ, ફ, ઢ): આ સપ્તાહ આરોગ્ય માટે સુખમય બની રહેશે. બી.પી સમસ્યા હોય તો કાળજી રાખવી. ગરીબોમાં મીઠાઈ વહેંચશો. ગુરુગ્રહના જાપ સાથે યંત્રની પૂજા અવિરત કરશો.

મકર (ખ, જ): સપ્તાહના શરૂઆતથી અશક્તિ તેમ જ વા છુટની તકલીફ જણાય. કમર, કબજિયાતની બીમારી હશે તો વધી શકે. ગરીબોને ચા-પાણી સાથે ચવાણું ખવડાવશો.

કુંભ (ગ, શ, સ): ખાટા-ખાટા ઓડકાર આવવાની ફરિયાદ રહે. પગના અંગૂઠે વાગવાની સંભાવના. ડાયાબિટીસ હોય તો યથાવત રહે. ગરીબોને જૂના કપડાં કે વાસણ વહેંચશો.

મીન રાશિ (દ, ચ, છ, થ): અગાઉ આંતરડાની તકલીફ હશે એ વધશે. વહેલી સવારે મરડો થવાની સંભાવના. યાદશક્તિ ઓછી થતી જણાશે. ગુરુ મંત્ર સાથે આદિત્યનારાયણ પઠન કરશો.

આવનાર દિવાળીની ખરીદી માટે બજારુ નાસ્તો કરવામાં ખૂબ જ કાળજી રાખશો તેમ જ વાહન ચલાવવામાં પણ ઉતાવળ કરશો નહીં. સ્વાસ્થ્ય પીડિત જાતકોએ ભીડ ભાડવાળી જગ્યાએ જવું નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?