
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશના લોકોમાં આક્રોશ છે. તેમજ ભારતે પણ અ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલા લેવાની શરુઆત કરી છે. તેમજ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના ઘરને પણ તોડવાની શરુઆત કરી દીધી છે. ત્યારે હવે કેટલાક લોકો સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કરી રહ્યા છે. જેમાં જગદગુરુ શંકરાચાર્ય જ્યોતિષપીઠાધિશ્વર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે આતંકી હુમલાના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
પાકિસ્તાનથી આવ્યા હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરો
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, આ હુમલામાં કોઈએ આતંકવાદીઓનો પ્રતિકાર કર્યો નથી. કોઈએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો નથી. તેઓ આવ્યા હુમલો કર્યો અને આરામથી ચાલ્યા ગયા. તેમને ક્યાંય કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. જો આતંકવાદી પાકિસ્તાનથી આવ્યા હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરો.
ધમકીઓથી આતંકવાદનો અંત નહી આવે
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સિંધુ જળ સંધિ સ્થગિત કરવા અંગે જણાવ્યું કે, પાણી બંધ કરવાની ધમકીઓથી આતંકવાદનો અંત આવશે નહીં. જો સરકારે ખરેખર પગલાં લેવા પડશે. તેમને શબ્દોથી નહીં પણ સીધી કાર્યવાહીથી જવાબ આપવો પડશે.તેમણે કહ્યું કે આતંકવાદીઓ ફક્ત ભાષા સમજે છે. જે ભાષા સીધી અને કઠોર જવાબોની હોય છે. તેમણે કહ્યું કે જનતા વધુ રાહ જોવા માંગતી નથી. તેઓ કાર્યવાહીના નક્કર પરિણામો ઇચ્છે છે.
આ પણ વાંચો…પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ અપાશે: જે. પી. નડ્ડા