આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈમાં મોડી રાત્રે ઇડી ઓફીસમાં આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી…

મુંબઈ: મુંબઈમાં ગત મોડી રાત્રે બેલાર્ડ પિયર સ્થિત ઈડી ઓફિસમાં આગ લાગી હતી. જોકે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ઇડી ઓફિસમાં રાત્રે 2:30 વાગ્યે લાગેલી આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

ઈડીની ઓફીસ કૈસર-એ-હિંદ બિલ્ડીંગમાં ચોથા માળે
ઈડીની ઓફીસ કૈસર-એ-હિંદ બિલ્ડીંગમાં ચોથા માળે સ્થિત છે. જયારે હજુ સવારે પણ ફાયર બ્રિગેડની ટીમ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી. આ બિલ્ડીગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આગથી થયેલા નુકસાનનો હજુ આંકડો મળી શક્યો નથી.

કોઈ જાનહાનિના સમાચાર નહી
કૈસર-એ-હિંદ ઈમારતમાં ઇડી ઓફિસ ઉપરાંત અન્ય ઘણી સરકારી ઓફિસો પણ છે. ફાયર બ્રિગેડના વાહનો છેલ્લા પાંચ કલાકથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિલ્ડીંગના ઉપરના ભાગમાંથી હજુ પણ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. હાલમાં આ આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા.

આપણ વાંચો : દરિયાઈ સીમા ભગવાન ભરોસે…વાઢવણ બંદરવાળા પાલઘર કિનારાની રક્ષા માટેની ચારમાંની ત્રણ બોટ બંધ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button