દાહોદ

દાહોદમાં મનરેગા યોજનામાં 71 કરોડનું કૌભાંડ! 4 કર્મચારીઓની કરાઈ ધરપકડ…

દાહોદઃ દાહોદમાં મનરેગા યોજનામાં 71 કરોડનો ભ્રષ્ટાચાર કરવા મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા યોજનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીએમ પટેલ દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે કાર્યવાહી કરવામાં આવે તો સમગ્ર મામલે દાહોદ પોલીસે મનરેગા શાખાના 4 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.

અધુરી કામગીરીને પૂર્ણ બતાવી કરોડો રૂપિયાનુ કૌભાંડનું આચર્યું
નોંધનીય છે કે, નાણાંકીય વર્ષ 2021થી 2025 સુધી 4 વર્ષના સમયગાળા દરમિયાન અહીંના ગામોમાં મનરેગા યોજનામાં અધુરી કામગીરીને પૂર્ણ થયેલી બતાવી કરોડો રૂપિયાનુ કૌભાંડનું આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કૌભાંડમાં અહીંની 35 એજન્સીઓના પ્રોપાઈટર અને મનરેગા શાખાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સાથે સાથે દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની કુલ 7 એજન્સીઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દાહોદ પોલીસે કરોડોના કૌભાંડ કેસમાં જયવીર નાગોરી, મહિપાલસિંહ ચૌહાણ, ગ્રામ સેવક ફુલસિંહ બારિયા અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરવામાં આવી છે.

35 જેટલી એજન્સીઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો
મહત્વની વાત એ છે કે, દાહોદના દેવગઢ બારિયાના ત્રણ ગામોમાં મનરેગા કામ પૂર્ણ નહોતા થયા માત્ર કાગળ પર જ પૂર્ણ દર્શાવ્યાં હતા. આરોપીઓએ મનરેગા યોજના હેઠળ 20 ટકા કામ પણ કરવામાં આવ્યું નહોતું પરંતુ કાગળ પર 100 ટકા કામ બતાવી દીધું હતું. આ કૌભાંડમાં 35 જેટલી એજન્સીઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દાહોદ પોલીસે ચાર આરોપીઓની કરી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં પરંતુ આ કૌભાંડમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાની આશંકા હોવાથી પોલીસ દ્વારા વધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button