અમદાવાદ મનપામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માટે બોગસ દસ્તાવેજ બનાવ્યા! 3 એજન્સીઓને કરાઈ બ્લેક લિસ્ટ…

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકામાં 9 ઝોન અને બીઆરટીએસમાં સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે 3 એજન્સીએ બોગસ કાળગો બનાવ્યા હોવાની ફરિયાદો મળી હતી. આ ત્રણ એજન્સીઓ સામે પાલિકામાં 8 ફરિયાદો આવી હતી. બોગસ દસ્તાવેજોના આધારે આ ત્રણ એજન્સીએ રૂપિયા 40 કરોડનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મંજૂર કરાવી દીધો હતો. જેથી પાલિકાના મુખ્ય સિક્યુરિટી ઓફિસે તપાસ હાથ ધરી હતી. જેમાં ડોક્યુમેન્ટની ફરી તપાસ કરવામાં આવતા લેબર ખાતાનું બાંહેધરીપત્રક બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેથી પાલિકા દ્વારા એ ત્રણેય એજન્સીનું લાયસન્સ રદ્દ કી દીધું હતું.
બોગસ દસ્તાવેજ બનાવી 40 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર કરાવી દીધો
મહત્વની વાત એ છે કે, આ બેદરકારી માટે લેબર વિભાગના લાઇસન્સ આપનારા અધિકારી ઉપર પણ શંકા ઉપજી રહી છે. એટલું જ નહીં, આ બાંયધરીપત્રકમાં સ્થાયી સમિતિનો ઠરાવ નંબર જે 1702-2021 લખ્યો છે તે પણ ખોટો મેન્શન કર્યો છે, જેમા પાલિકાના મુખ્ય અધિકારી સહી પણ ખોટી કરી દેવામાં આવી હતી. હવે એમ.કે. સિક્યુરિટી, શક્તિ સિક્યુરિટી અને શક્તિ પ્રોટેક્શન ફોર્સને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત રજુ કરવામાં આવશે.
હવે કઈ એજન્સીઓને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે?
પાલિકાના મુખ્ય સિક્યુરિટી અધિકારીએ કહ્યું કે, 9 ઝોનમાં આવેલા બાગ-બગીચા, ઝોન કચેરી, વોર્ડ ઓફિસ સહિતનાં સ્થાનો તેમજ બીઆરટીએસ શેલ્ટરો મળી 700 જેટલાં પોઈન્ટ પર સિક્યુરિટી સુપરવાઇઝર, ગનમેન અને સિક્યુરિટી ગાર્ડ સપ્લાય કરવા માટે હવે 6 એજન્સી મેદાનમાં છે. હવે પાલિકા દ્વારા નિયત અનુભવ ધરાવતી એજન્સીઓને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ કોન્ટ્રાક્ટ હવે કંઈ કંપનીને આપવામાં આવશે?
આપણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકાએ SG હાઈવે પરની 12 દુકાનો કરી સીલ, જાણો શું છે કારણ…