નેશનલસ્પેશિયલ ફિચર્સ

આવનારા બે મહિના ખૂબ જ ખતરનાક છે આ રાશિના લોકો માટે, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 24મી સપ્ટેમ્બરના મંગળ કન્યા રાશિમાં અસ્ત થયો અને 17મી જાન્યુઆરી સુધી તે અસ્ત જ રહેવાનો છે. મંગળના અસ્ત થતાંની સાથે જ વૃષભ, મેષ સહિત અન્ય કેટલીક રાશિઓ માટે ખતરનાક સમય શરૂ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન રાહુ મીન રાશિમાં પ્રવેશી રહ્યો છે અને એ સમયે સપ્તક યોગ બની રહ્યો છે, જેને કારણે અનેક રાશિઓના જાતકોના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે અને તેમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આવો જોઈએ કન્યા રાશિમાં મંગળના અસ્ત થવાને કારણે કઈ કઈ રાશિના જાતકોએ સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે-

Raashi

મેષ રાશિના લોકો માટે કન્યા રાશિમાં મંગળનો અસ્ત એ ખૂબ જ ભારે રહેવાનો છે. આ સમયગાળા દપમિયાન મંગળ આ રાશિના છઠ્ઠા ભાવમાં સ્થિત છે. આવી પરિસ્થિતિમાં આ સમયગાળો મેષ રાશિના લોકો માટે પડકારજનક રહેવાનો છે. બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. કામના સ્થળે કામનું ભારણ વધશે, જેને કારણે અસંતોષની લાગણી જોવા મળશે. બિઝનેસમાં નુકસાન પણ થઈ શકે છે.

Horoscope

વૃષભ રાશિના લોકો માટે મંગળના અસ્ત થવાને કારણે પ્રતિકૂળ પરિણામો જોવા મળી શકે છે. આ લોકોને આ સમયે ખૂબ જ મહેનત કરવી પડશે. પરંતુ તેમ છતાં કોઈ પણ ઈચ્છિત પરિણામ નહીં મળે. ઓફિસમાં કામનો બોજો વધતાં અસંતોષની લાગણી જોવા મળશે. આ સમયે તમે ભૂલો કરશો. આવકમાં પણ અવરોધોનો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિવાળા લોકો માટે મંગળની સ્થિતિ અનુકૂળ રહેશે નહીં. આ સમય દરમિયાન તમે કાર્યમાં સફળતા મેળવવામાં નિષ્ફળ રહેશો. સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓનો ઓછો સહયોગ મળશે. તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડશે અને દૂરની મુસાફરી નુકસાન પહોંચાડી શકે છે.

આ રાશિના લોકો માટે મંગળનો અસ્ત થવાની આશા નથી. આવી સ્થિતિમાં મંગળ તમારા 12મા ભાવમાં સ્થિર થશે. આ સમયે તમે જે પણ યાત્રા કરશો, ઈચ્છિત પરિણામ ન મળવાને કારણે તમારી ચિંતાઓ વધશે. તમારે નોકરી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તે જ સમયે, તમારે વેપાર ઉદ્યોગમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા કામમાં અનેક અવરોધો આવી શકે છે.

ધનુ રાશિના લોકો માટે આ સમયગાળો પડકારોથી ભરપૂર રહેવાનો છે. કામના સ્થળે પ્રતિકૂળ સંજોગો અને પરિણામોનો સામનો કરવો પડી શકે છે. સફળતા હાંસિલ કરવા પરસેવો પાડવો પડશે. બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને નુકસાન ભોગવવાનો વારો આવશે. આવી સ્થિતિમાં થોડી લવચીકતા રાખો અને તમે તમારા માર્ગમાં આવનારા પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કરતા જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button