સ્પોર્ટસ

એશિયન પેરા ગેમ્સમાં ભારતનો શાનદાર શુભારંભઃ પહેલા દિવસે છ ગોલ્ડ જીત્યા

હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું, જેમાં આજથી શરૂ થયેલી એશિયન પેરા ગેમ્સમાં પ્રથમ દિવસે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતે પ્રથમ દિવસે 17 મેડલ જીત્યા હતા, જેમાં પાંચ બ્રોન્ઝ, છ ગોલ્ડ અને છ સિલ્વર મેડલ જીત્યા હતા. અવની લેખારાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 10 મીટર એર રાઈફલ એસએચ1માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એશિયન પેરા ગેમ્સમાં પેરા ટેકવોન્ડોમાં ભારત માટે પ્રથમ મેડલ અપાવ્યો હતો. અરુણા તંવરે મહિલાઓની કે44 -47 કિલોગ્રામ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અંકુરે 5000 મીટર ટી-141 ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. અંકુરે પુરુષોની 5000 મીટર ટી-11 સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો.

મોનુ ઘંગાસે મેન્સ શોટ પુટ એફ11 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.જ્યારે નિષાદે પુરુષોની ઉંચી કૂદમાં ટી47 ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે, જ્યારે રામ પાલે સિલ્વર મેડલ જીત્યો છે. તેણે 1.94 મીટરની લાંબી છલાંગ લગાવીને બીજું સ્થાન મેળવ્યું હતુ. નિષાદે મેન્સ હાઈ જમ્પની ટી-47 ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 2.02 મીટરની લાંબી છલાંગ લગાવી હતી.
ભારતના સ્ટાર એથ્લેટ શૈલેષ કુમારે હાઈ જમ્પ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર મેડલ અને રામ સિંહ પઢિયારે ઉંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતે ત્રણેય મેડલ જીત્યા હતા.

રામ પાલે એથ્લેટિક્સ મેન હાઇ જમ્પ –ટી-47માં સિલ્વર મેડલ જીત્યો હતો. તે સિવાય પ્રણવ સુરમા એથ્લેટિક્સ મેન્સ ક્લબ થ્રો-એફ51માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે સિવાય ધરમબીર એથ્લેટિક્સ મેન્સ ક્લબ થ્રો-એફ51માં સિલ્વર મેડલ જીત્યો હતો. અમિત કુમારે એથ્લેટિક્સ મેન્સ ક્લબ થ્રો-એફ51માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પ્રાચી યાદવ કૌનોઈ મહિલા વી12માં સિલ્વર મેડલ જીત્યો હતો. કપિલ પરમારે જુડો મેન્સ -60 કિલોગ્રામ જે1માં સિલ્વર મેડલ જીત્યો હતો. કોકિલાએ જુડો મહિલા -48 કિગ્રા જે2માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રુદ્રાંશ ખંડેલવાલે શૂટિંગ પી4મા – મિશ્રિત 50 મીટર પિસ્તોલ એસએચ1માં સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રવીણ કુમાર એથ્લેટિક્સ મેન્સ હાઇ જમ્પ –ટી-64માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઉન્ની રેણુએ એથ્લેટિક્સ મેન હાઇ જમ્પ – ટી-64માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button