આમચી મુંબઈ
મહિલા સરપંચ 19 હજાર રૂપિયાની લાંચ લેતાં પકડાઇ

થાણે: પાલઘર જિલ્લામાં ઓફિસના કામ માટે કોન્ટ્રેક્ટરના બિલ મંજૂર કરી આપવા માટે 19 હજાર રૂપિયાની લાંચ માગવા બદલ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ મહિલા સરપંચની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
માગાઠાણે ગ્રૂપ ગ્રામ પંચાયતની સરપંચ શોભા ગવારી (36)એ ઓફિસના વિસ્તરણ સંબંધિત બિલ ક્લિયર કરી આપવા માટે કોન્ટ્રેક્ટર પાસે લાંચ માગી હતી.
આ પણ વાંચો: લાંચ કેસમાં સેશન્સ કોર્ટના જજને જામીન આપવાનો હાઇ કોર્ટનો ઇનકાર
દરમિયાન કોન્ટ્રેક્ટરે આ પ્રકરણે એસીબીનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી. આ અંગે તપાસ કર્યા બાદ અધિકારીઓએ શુક્રવારે છટકું ગોઠવ્યું હતું અને શોભા ગવારીને 19 હજાર રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડી હતી. શોભા વિરુદ્ધ વાડા પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શ ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
(પીટીઆઇ)