નેશનલ

પહેલગામ આતંકી હુમલાનો નવો વિડીયો પ્રકાશમાં આવ્યો, પ્રવાસીઓને ગોળી મારતો દેખાયો આતંકી

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલાની સુરક્ષા એજન્સીઓએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તેમજ આ હુમલા પાછળ સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે. આ દરમિયાન પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો એક નવો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આતંકવાદી પ્રવાસીને ગોળી મારતો દેખાઈ રહ્યો છે. 22 એપ્રિલ મંગળવારના રોજ પહેલગામના બૈસરનમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલામાં 17 પ્રવાસીઓ ઘાયલ થયા હતા.

આતંકવાદી સામે ઉભેલા યુવાન પર ગોળીબાર કરે છે

આ વિડીયોમાં સફેદ કપડાં પહેરેલો એક પ્રવાસી ઊભો જોવા મળે છે. કાળા કપડાં પહેરેલો એક આતંકવાદી તેની સામે ઉભો છે. થોડી જ વારમાં આતંકવાદી સામે ઉભેલા યુવાન પર ગોળીબાર કરે છે. તે પછી ત્યાં ગભરાટ ફેલાય છે. લોકો ચીસો પાડીને દોડવા લાગે છે.

આતંકવાદીઓના કેમ્પોને ઉડાવી દેવાની કાર્યવાહી

આ હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે. જંગલોમાં આતંકવાદીઓની શોધની સાથે તેમના કેમ્પોને ઉડાવી દેવાની કાર્યવાહી પણ ચાલુ છે. આતંકવાદીઓના કેમ્પોને એક પછી એક નષ્ટ કરવામાં આવી રહ્યા છે.

સેનાએ દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓના ત્રણ ઘરોને ઉડાવી દીધા

જમ્મુ-કાશ્મીરમાં સેના, પોલીસ અને CRPFસંયુક્ત રીતે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી છે. અત્યાર સુધીમાં ઘણા આતંકવાદીઓના ઘરો પણ ઉડાવી દેવામાં આવ્યા છે. શુક્રવારે મોડી રાત્રે લશ્કર-એ-તહેરીકના આતંકવાદી એહસાન અહેમદનું ઘર પણ વિસ્ફોટમાં ઉડાવી દેવામાં આવ્યું હતું. આ આતંકવાદીનું ઘર પુલવામામાં હતું. શુક્રવાર અને શનિવારની રાત્રે સેનાએ દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓના ત્રણ ઘરોને ઉડાવી દીધા. પુલવામા, શોપિયા અને કુલગામમાં આતંકવાદીઓના ઘરોને ઉડાવી દેવામાં આવ્યા.

આ પણ વાંચો…પહેલગામ આતંકી હુમલા કેસમાં થયો આ મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓ તપાસ તેજ કરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button