નેશનલસ્પેશિયલ ફિચર્સ

OMG, ભારતને પડકારનારા પાકિસ્તાનમાં સૈનિકો કરતાં તો ભિખારીઓની સંખ્યા વધુ છે…

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં વધુ તણાવ જોવા મળી રહ્યો છે. આ તણાવ બાદ પાકિસ્તાનને કહ્યું છે કે તે દરેક પ્રકારના જોખમ માટે તૈયાર છે.

પાક એવો દાવો એવા સમયે કરી રહ્યો છે જ્યારે એની પાસે ભારત કરતાં અડધું સૈન્ય છે, એટલું જ નહીં પાકિસ્તાનમાં સૈનિકો કરતાં ભિખારીઓની સંખ્યા વધારે છે. આવો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી-

જમ્મુ-કાશ્મીરમાં થયેલાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પાણી માટે તરસાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ ત્યાર બાદ પણ પાકિસ્તાનની અકડ ઓછી નથી થઈ. પાકિસ્તાને શિમલા સંધિ રદ કરી દીધી છે અને હવે તે તાશકંદ કરાર પણ તોડવા પર વિચાર કરી રહ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાન તો ત્યાં સુધી કહ્યું છે કે તેમની આર્મી દરેક જોખમ માટે તૈયાર છે.

આપણ વાંચો: મહારાષ્ટ્રમાં પડ્યા પહેલગામ આંતકવાદી હુમલાના પડઘા, ઠેર ઠેર વિરોધ પ્રદર્શન…

મજાની વાત તો એ છે પાકિસ્તાન આટલી મોટી મોટી ત્યારે હાંકી રહ્યું છે જ્યારે એમના દેશમાં સૈનિકો કરતાં ભિખારીઓની સંખ્યા વધારે છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે પાકિસ્તાની દરેક જોખમ માટે તૈયાર છે. એક તરફ જ્યાં પાકિસ્તાન મોટા મોટા દાવા કરી રહ્યું છે.

હાલમાં જ પાકિસ્તાનના સંરક્ષણ ખાતાના પ્રધાન ખ્વાજા મોહમ્મદનું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે પાકિસ્તાનમાં ભિખારીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે. એટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્યું હતું કે સાઉદી અરબમાં 4700થી વધુ પાકિસ્તાની ભિખારીઓને પાછું વતન મોકલી રહ્યું છે, જેઓ ત્યાં ગેરકાયરે ભીખ માંગી રહ્યા હતા.

પાકિસ્તાનના સંરક્ષણ ખાતાના પ્રધાને આગળ એવું પણ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં આશરે 2.2 કરોડ ભિખારી છે. દરમિયાન ગ્લોબલ ફાયર પાવર ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી શક્તિશાળી દેશની યાદીમાં પાકિસ્તાનની રેંકિંગ વધુને વધુ ખરાબ થઈ રહી છે.

આપણ વાંચો: અત્યાર સુધી કાશ્મીરમાં પર્યટકો પર થયેલાં આંતકવાદી હુમલાનો કાળો અને લોહિયાળ ઈતિહાસ…

પાકિસ્તાન 145 દેશની યાદીમાં 12મા સ્થાને છે. 2023માં પાકિસ્તાન આ યાદીમાં સાતમા સ્થાને અને 2024માં નવમા સ્થાને હતું, પરંતુ હવે 2025માં તે ટોપ ટેનમાંથી બહાર થઈને 12 સ્થાને પહોંચી ગયું છે.

વાત કરીએ પાકિસ્તાનના સૈન્યબળની તો પાકિસ્તાનની આર્મી પાવર સતત ઘટી રહી છે. પાકિસ્તાન પાસે 5 લાખ સૈનિક અને 5.5 લાખ રિઝર્વ સૈનિક છે. ટૂંકમાં કહીએ કો આ આંકડો વધુમાં વધુ 11 લાખ સૈનિક જેટલો હોઈ શકે છે, એનાથી વધારે તો નહીં જ.

ભારતની વાત કરીએ તો ભારત ગ્લોબલ ફાયર પાવર ઈન્ડેક્સમાં ચોથા સ્થાને છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ સૌથી વધુ પાવરફૂલ સૈન્ય ભારત પાસે છે. ભારત પાસે કુલ 21 લાખ સૈનિક છે અને એમાંથી 14.5 લાખ એક્ટિવ સોલ્જર છે અને 11.5 લાખ રિઝર્વ સેનિક છે. આ સિવાય પાકિસ્તાનની સરખામણીએ ભારત પાસે આધુનિક હથિયારો પણ મોટી સંખ્યામાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button