વૈશ્વિક બજાર પર ટ્રમ્પની ટેરિફ નીતિની અસર! સોનાનો ભાવ 3 દિવસમાં 4000 રૂપિયા ઘટ્યો…

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને ફેડ ચેરમેન પર નિવેદન આપ્યું હતું. જેના કારણે સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો છે. આ પહેલા સોનાના ભાવમાં ભારે વધારો થયો હતો, તેવામાં હવે સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો છેલ્લા 4,000 રૂપિયાના ઘટાડો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભાવની વાત કરવામાં આવે તો, અત્યારે સોનાનો ભાવ 10 ગ્રામના 97,800 રૂપિયા થયો છે. સોના સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે.
MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 0.96 ટકા ઘટ્યો
મહત્વની વાત એ છે કે, વૈશ્વિક ટેરિફ વોર અંગેની ચિંતાઓ હળવી થવાને કારણે રોકાણકારોએ નફો થઈ શકે છે. બપોરે 2 વાગ્યાની આસપાસ, MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 0.96 ટકા ઘટીને રૂપિયા 94,991 થયો હતો, જે ઇન્ટ્રાડે રૂપિયા 94,950 ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. નોંધનીય છે કે, 25 એપ્રિલના રોજ MCX પર સોનાના જૂન ફ્યુચર્સ ઇન્ટ્રાડે ટ્રેડમાં 1 ટકાથી વધુ ઘટ્યા હતા. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતા વેચાણમાં વધારો થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 1 ટકાનો ઘટાડો
ચીન અને અમેરિકાના સંબંધોના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 1 ટકાનો ઘટાડો થયો છે. જો કે, તેના કારણે ખાસ ફરક પડવાનો નથી. કારણે કે, સોનાના ભાવમાં માત્ર નજીવો જ ઘટાડો થયો હતો. નોંધનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરારની આશા વધતાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ તેના કારણે ભારતીય બજારોમાં કેવી અસર જોવા મળશે? ભારતીય મહિલાઓ સૌથી વધારે સોનાની ખરીદી કરતી હોય છે.
ટ્રમ્પના પ્રત્યેક નિવેદનની અસર વૈશ્વિક બજારો પર થઈ
મહત્વની વાત એ છે કે, આ પહેલા જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર થઈ ત્યારે પણ વૈશ્વિક બજારોમાં ભારે અસર થઈ હતી. મહત્વની વાત એ છે કે, ડોલરનું મજબૂત થવું એ સોનાની કિંમતો પર ખૂબ જ વધારે અસર કરે છે. ડોલરના ભાવમાં 03 ટકાનો વધારો થયો હતો. જેના કારણે વિશ્વના અનેક દેશોને અસર થઈ હતી. ટ્રમ્પના પ્રત્યેક નિવેદનની અસર વૈશ્વિક બજારોમાં થયા છે. કારણ કે, જ્યારે ટેરિફ મુદ્દે ટ્રમ્પે નિવેદન આપ્યું ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટો ધડાકો થયો હતો.
આપણ વાંચો : જાણો નવા વર્ષનો સૌથી પહેલો અને મોટો મેઇનબોર્ડ આઇપીઓ ક્યારે ખૂલશે?