તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
હાથ પરમાણે હારલો સોઈયે વાલમિયા
કાન પરમાણે કમખો સોઈયે વાલમિયા
અંગ પરમાણે ચૂડલો સોઈયે વાલમિયા
ડોક પરમાણે કડલાં સોઈયે વાલમિયા
પગ પરમાણે ઠોળીયા સોઈયે વાલમિયા

ઓળખાણ પડી?
અધર્મ પર ધર્મનો વિજય, સત્ય સામે અસત્યનો વિજય અને પુણ્ય સામે પાપના પરાજયનું પ્રતીક ધરાવતી આ પરંપરા કયા દિવસે ઉજવવામાં આવે છે એની ઓળખાણ પડી?
અ) રામનવમી બ) નિર્જળા એકાદશી ક) વિજયાદશમી ડ) અગ્નિ સાક્ષી

ચતુર આપો જવાબ
ગરબામાં ખૂટતો શબ્દ
ગરબામાં ખૂટતો શબ્દ ઉમેરો
વાંઝિયાનું મેણું ટાળી, ખોળાનો ખુંદનાર દે,
કુંવારી ક્ધયાને માડી, મનગમતો ——— દે.
અ) સાથીદાર બ) વરરાજા ક) ભરથાર ડ) મોહન

માતૃભાષાની મહેક
વિભીષણે રામચંદ્રને પૂછયું કે, આપની પાસે નથી હથિયાર, નથી પગરખાં, નથી બખતર, તો તમે શસ્ત્રોથી સજ્જ રથમાં ચડેલા મહાબળિયા રાવણને કેમ હરાવશો? રામે જવાબ વાળ્યો કે, યુદ્ધમાં જીત શ્રદ્ધાવાળા સાફ હૃદયની થાય છે. મારો નિગ્રહ મારું ધનુષ્ય છે અને મારો વિજય બુરાઈ પર ભલાઈનો વિજય છે. તમે સૌ ધર્મ અને દશેરાનું સાચું રહસ્ય સમજતા હો, તો દશેરાનો તહેવાર ઘરે શાંતિથી પ્રાર્થના કરીને ઉજવજો.

ગુજરાત મોરી મોરી રે
અંબે માની આરતીની ‘દશમી દશ અવતાર જય વિજયા દશમી, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા’ પંક્તિમાં રોળ્યો શબ્દનો અર્થ આપેલા વિકલ્પમાંથી જણાવો.
અ) રડાવવું બ) રમાડવું ક) રગદોળવું ડ) રઝળાવવું

ઈર્શાદ
મા પાવા તે ગઢથી ઉતર્યા મા કાળી રે,
વસાવ્યું ચાંપાનેર પાવાગઢવાળી રે.
— માતાજીનો ગરબો

માઈન્ડ ગેમ
‘રિદ્ધિ દે સિદ્ધિ દે, વંશ મેં વૃદ્ધિ દે બાકબાની, હૃદય મેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે, ——— વરદાન દે, શંભુરાની’ માની આ સ્તુતિમાં ખૂટતો શબ્દ ઉમેરો.
અ) અલૌકિક બ) અભય ક) અનોખા ડ) અખંડ

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
તારા વિના શ્યામ મને એકલડું લાગે
અંબા માના ઊંચા મંદિર નીચા મોલ
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
સોના વાટકડી રે કેસર ઘોળ્યાં વાલમિયા
માએ કનકનો ગરબો લીધો રે, રંગમાં રંગતાળી

માઈન્ડ ગેમ
ચંદ્રઘંટા

ઓળખાણ પડી?
પઢાર નૃત્ય

ગુજરાત મોરી મોરી રે
ઉંઝા

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઢીંચણ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧). કિશારકુમાર જીવણદાસ વેદ ૨). સુભાષ મોમાયા ૩). નીતા દેસાઇ ૪). શ્રદ્ધા આસર ૫). ભારતી બૂચ ૬). નીખીલ બેન્ગાલી ૭). અમિષી બેન્ગાલી
૮). જ્યાતિ ખાંડવાલા ૯). પુષ્પા પટેલ ૧૦). વિભા મહેશ્ર્વરી ૧૧). પ્રવીણ વોરા ૧૨). મીનળ કાપડિયા ૧૩). લજિતા ખોના ૧૪). હર્ષા મહેતા ૧૫). નંદકિશોર સંજાણવાળા ૧૬). ડૉ. પ્રકાશ કટકિયા ૧૭). ભારતી પ્રકાશ કટકિયા ૧૮). હીરા જશવંતરાય શેઠ ૧૯). મનીષા શેઠ ૨૦). ફાલ્ગુની શેઠ ૨૧). મહેશ દોશી ૨૨). સુરેખા દેસાઇ ૨૩). મહેન્દ્ર લોઢાવિયા ૨૪). તાહેર ઔરંગાબાદવાલા ૨૫). શીરીન ઔરંગાબાદવાલા ૨૬). અબદુલ્લા એફ. મુનીમ ૨૭). દેવેન્દ્ર સંપટ ૨૮). સુનિતા પટવા ૨૯). રજનિકાન્ત પટવા ૩૦). ભાવના કર્વે ૩૧). અન્જુ ટોલિયા ૩૨). શિલ્પા શ્રોફ ૩૩). રમેશ દલાલ ૩૪). હિના દલાલ ૩૫). ઇનાક્ષી દલાલ ૩૬). જ્યોત્સના ગાંધી ૩૭). દિલીપ પરીખ ૩૮). ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી ૩૯). નયના ગિરીશ મિસ્ત્રી ૪૦). મહેશ સંઘવી ૪૧). રસીક જૂથાણી (ટોરેન્ટો, કેનેડા)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?