નેશનલ

Video: જમ્મુ કાશ્મીરમાં એક આતંકવાદીના ઘરે બોમ્બ વિસ્ફોટ, એકના ઘર પર બુલડોઝર ચાલ્યું

શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર શખ્સોને શોધીને શોધીને ઠાર કરવા વડાપ્રધાન મોદી ચીમકી ઉચ્ચારી ચુક્યા છે. સિક્યોરિટી ફોર્સીઝએ જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર કરી દીધું છે. આ હુમલા પાછળ આસિફ શેખ નામના શખ્સનો હાથ હોવાના અહેવાલો છે, ગત રાત્રે સિક્યોરિટી ફોર્સીઝએ મોગા વિસ્તારમાં સ્થિત આસિફ શેખના ઘરે તાપસ હાથ ધરી હતી, આ દરમિયાન એક ભયંકર વિસ્ફોટ થયો હતો.

અહેવાલ મુજબ ગઈ કાલે રાત્રે સિક્યોરિટી ફોર્સીઝના જવાનો કથિત આતંકવાદી આસિફ શેખ(Asif Sheikh)ના ઘરની તલાશી લેવા પહોંચ્યા હતાં. કાર્યવાહી દરમિયાન અધિકારીઓને એક શંકાસ્પદ બોક્સ મળી આવ્યું હતું, જે જોઈને સિક્યોરિટી ફોર્સીઝ સતર્ક થઇ ગઈ. આ બોક્સ સાથે કેટલાક વાયરો જોડાયેલા દેખાયા હતાં. અધિકારીઓને શંકા ગઈ કે બોક્સમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ(IED) હોઈ શકે છે.

ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) ની એન્જિનિયરિંગ ટીમે બોક્સમાં બોમ્બની પુષ્ટિ કરી. બોક્સ સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું, જેના કારણે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘરના એક ભારે ભારે નુકશાન પહોંચ્યું.

આદિલ શેખના ઘર પર બુલડોઝર ચાલ્યું:

પહેલગામ હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રએ પણ કાર્યવાહી શરુ કરી છે. આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ આદિલ શેખનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું છે. વહીવટીતંત્રએ આદિલના ઘર પર બુલડોઝર ફેરવી દીધું છે. આ કાર્યવાહી સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

અહેવાલ મુજુબ પહેલગામ આતંકવાદી હુમલાનું આયોજન ઘણા સમયથી કરવામાં આવી રહ્યું હતું. આશંકા છે કે વિસ્તારમાં વધુ વિસ્ફોટક સામગ્રી હોઈ શકે છે. સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો…આ મોબાઈલ એપની મદદથી પહેલગામ સુધી પહોંચ્યા હતા આતંકવાદીઓ! કોણે બનાવી આ App?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button