સ્પેશિયલ ફિચર્સ

What’sApp યુઝર્સ માટે આવી ગયા Good News, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

વોટ્સએપ એ દુનિયાનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને જો તમે પણ વોટ્સએપ યુઝ કરતાં હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. વોટ્સએપ યુઝર્સ માટે ગુડ ન્યુઝ આવી રહ્યા છે, કારણ કે કંપનીએ વોટ્સએપમાં એક નવું એડવાન્સ્ડ ચેટ પ્રાઈવસી ફીચર લોન્ચ કર્યું છે.

આ ફીચર ઈન્ડવિઝ્યુઅલ અને ગ્રુપમાં થનારી ચેટને વધારે સુરક્ષિત બનાવે છે. નવું પ્રાઈવસી એન્ડ સિક્યોરિટી ફીચર મીડિયાને સેવ એન્ડ ચેટ કન્ટેન્ટને એક્સપોર્ટ કરવાથી રોકવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

વોટ્સએપ પહેલાથી જ મેસેજ અને કોલ માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ઓફર કરે છે, જ્યારે લેટેસ્ટ એડવાન્સ્ડ ચેટ પ્રાઈવસી ફીચર યુઝર્સને વધુ પ્રાઈવસી માટે વોટ્સએપની બહાર કન્ટેન્ટ શેર કરવાથી બીજાને રોકવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. નવું ફીચર આઈઓએસ અને એન્ડ્રોઈડ ડિવાઈસ પર વોટ્સએપ યુઝર્સ માટે રોલ આઉટ થવાનું શરૂ થઈ ગયું છે.

આપણ વાંચો: સાવધાન ! વોટ્સએપ પર ચાલી રહ્યું છે મોટું સ્કેમ, ફોટો- વિડીયો ડાઉનલોડ કરતા જ થઇ જશે બેંક એકાઉન્ટ ખાલી

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા બહાર પાડવામાં આવેલું આ એડવાન્સ્ડ અને પ્રાઈવેટ ફીચર કંપનીએ રજૂ કર્યું છે. વોટ્સએપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઈન્ડિવિઝ્યુઅલ અને ગ્રુપ ચેટ બંનેમાં ઉપલબ્ધ આ નવું ફીચર મેસેજિંગ પ્લેટફોર્મની બહાર બીજાને કન્ટેન્ટ શેર કરવાથી રોકવામાં મદદ કરીને પ્રાઈવસીનું એક્સ્ટ્રા લેયર પૂરું પાડે છે.

એક વખત જ્યારે તમે આ સેટિંગ ઓન કરશો તો એડવાન્સ્ડ ચેટ પ્રાઈવસી તમને બીજાની ચેટને એક્સ્પોર્ટ કરતાં રોકે છે.

યુઝર્સ દ્વારા મોકલાવેલા મીડિયાને બીજા યુઝર્સને ડિવાઈસ પર ઓટોમેટિક ડાઉનલોડ થવાથી પણ રોકે છે. કંપનીનું એવું કહેવું છે કે આ સુવિધા ચેટમાં પણ પ્રાઈવસી અને સિક્રસીને જાળવી રાખવામાં મદદ કરે છે કે તમારી ચેટને શેર કરવાની શક્યતા ખૂબ જ ઓછી છે.

આપણ વાંચો: UPI Transcation : NPCI એ ફોન-પે, ગૂગલ-પે અને વોટ્સએપ-પે ને આપી આ મોટી રાહત

કંપનીનું એવું પણ માનવું છે કે આ ફીચર ખાસ કરીને ગ્રુપ ચેટમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જ્યાં પાર્ટિસિપેન્ટ્સ એકબીજાને સારી રીતે ઓળખતા નથી અને ચર્ચાયેલા ટોપિક મહત્ત્વના સાબિત થશે.

તમે આ ફીચર કઈ રીતે ઓન કરી શકો છો એ વિશે વાત કરીએ તો આ માટે તમારે ચેટનેટ પર ક્લિક કરવું પડશે અને એડવાન્સ ચેટ પ્રાઈવસીમાં જઈને એડવાન્સ ચેટ પ્રાઈવસી ફીચર ઓન કરવું પડશે. કંપનીનું કહેવું છે કે આ નવી સેટિંગ તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે જે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન યુઝ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button