નેશનલ

તેલંગાણામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 14 નકસલવાદીઓએ કર્યું આત્મસમર્પણ

નવી દિલ્હી : દેશના નકસલ પ્રભાવિત રાજ્યોમાં સરકારે છેડેલા નક્સલ મુક્ત અભિયાનની અસર જોવા મળી રહી છે. જેમાં તેલંગાણા પોલીસ સમક્ષ ગુરુવારે પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના 14 સભ્યોએ આત્મસમર્પણ કર્યું. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર વિવિધ કેડરના 14 નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં બે ક્ષેત્ર સમિતિના સભ્યોનો સમાવેશ થાય છે. તેમણે વારંગલ પોલીસ કમિશનરેટના મલ્ટી ઝોન 1 ના પોલીસ મહાનિરીક્ષક એસ ચંદ્રશેખર રેડ્ડી સમક્ષ આત્મસમર્પણ કર્યું. પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં 250 નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.

14 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું હતું કે આ ઉપરાંત, જાન્યુઆરી 2025 થી કુલ 12 નકસલવાદીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ઓપરેશન ચયુથા ચલાવી રહી છે જે હેઠળ આત્મસમર્પણ કરનારા નકસલવાદીઓ તેમના કલ્યાણ અને આદિવાસી સમુદાય માટે શરૂ કરાયેલી વિકાસ યોજનાઓ વિશે માહિતી મેળવ્યા બાદ આત્મ સમર્પણ કરી રહ્યા છે. તેમજ મુખ્ય પ્રવાહમાં પરત ફરી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા મોટાભાગના નકસલવાદીઓ છત્તીસગઢના છે.

આ પણ વાંચો: આ તારીખ સુધીમાં નકસલવાદ સામાપ્ત થઇ જશે, અમિત શાહે નકસલવાદીઓને ચેતવણી આપી

નક્સલવાદીઓનું આત્મ સમર્પણ

જ્યારે પત્રકારોએ પોલીસ મહાનિરીક્ષકને આંતરરાજ્ય સરહદ પર સ્થિત કરરાગુટ્ટા ટેકરીઓમાં ચાલી રહેલા સંયુક્ત સર્ચ ઓપરેશન વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે આ ઓપરેશન છત્તીસગઢ પોલીસ દળ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેલંગાણા પોલીસ આ કામગીરીમાં સામેલ નથી.

દેશભરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાનની શરૂઆત

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે છત્તીસગઢમાં ઘણા નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. ગૃહ મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાં તો નક્સલીઓએ આત્મસમર્પણ કરવું જોઈએ નહીંતર તેમને પરિણામ ભોગવવા પડશે. જ્યારે દેશભરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે નક્સલવાદીઓ દરરોજ એક પછી એક આત્મસમર્પણ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button