મહારાષ્ટ્ર

શરદ પવારે પહલગામ હુમલામાં માર્યા ગયેલા બે પુણેના રહેવાસીઓના પરિવારજનોને મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
પુણે:
એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પુણેના રહેવાસીઓ સંતોષ જગદાળે અને કૌસ્તુભ ગણબોટેના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પવારે બંને મૃતકોના પરિવારના સભ્યોને પણ મળ્યા અને શોક વ્યક્ત કર્યો હતો.

જગદાળે અને ગણબોટેના મૃતદેહ સવારે 5:30 વાગ્યે એક ફ્લાઇટ દ્વારા પુણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા હતા અને બાદમાં લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંના કર્વેનગર અને કોંઢવા વિસ્તારોમાં તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા.
જિલ્લા વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, નજીકના મિત્રો દ્વારા જગદાળે અને ગણબોટેના અંતિમ સંસ્કાર વૈકુંઠ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

આપણ વાંચો: પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને આકરી સજા આપો: આરએસએસ…

પવાર પહેલા જગદાળેના નિવાસસ્થાને ગયા અને તેમના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે શોકગ્રસ્ત પરિવારના સભ્યો સાથે પણ વાત કરી અને શોક વ્યક્ત કર્યો.

બાદમાં તેમણે ગણબોટેના ઘરની મુલાકાત લીધી જ્યાં તેમણે તેમને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારના સભ્યોને સાંત્વના આપી. ગણબોટે, તેમની પત્ની સંગીતા, જગદાળે, તેમની પત્ની પ્રગતિ અને તેમની પુત્રી આશાવરી કાશ્મીરમાં રજાઓ ગાળી રહ્યા હતા ત્યારે આતંકવાદી હુમલાએ બંને પરિવારોના જીવનને બરબાદ કરી દીધા.

ગણબોટે નાસ્તાનો વ્યવસાય ચલાવતા હતા, જ્યારે જગદાળે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો વ્યવસાય ચલાવતા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button