સ્પેશિયલ ફિચર્સ

નિષ્ણાતોનું માનો તો રાત્રે કેરી ના ખાવી જોઈએ! બાકી થઈ શકે છે આવી બિમારીઓ

હેલ્થ અપડેટઃ ઉનાળો આવે એટલે કેરીઓ ખાવા માટે લોકો પડાપડી કરતા હોય છે. કેરીઓનું વેચાણ પણ ધૂમ થયા છે. ઉનાળામાં સૌથી વધારે ખવાતું ફળ કેરી જ છે. એટલે તો કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીમાં વિટામિન એ અને સી, ફાયબર અને એન્ટીઓક્સિડેટ્સ અને પ્રાકૃતિક શુગર સારા એવા પ્રમાણમાં હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, કેરી ક્યારે ખાવી જોઈએ? કેરી ખાવાનો સાચો અને બેસ્ટ સમય કયો છે? શું રાતમાં કેવી ખાવી જોઈએ? આ અહેવાલમાં અમે તમને જણાવીશું સાચી હકીકત…

રાત્રે કેરી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે

નોંધનીય છે કે, મોટાભાગના લોકો સવારે કે બપોરે કેરી ખાવાનું પસંદ કરતા હોય છે, જ્યારે કેટલાક લોકોને રાત્રે કેરી ખાવાની ટેવ હોય હોય છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે રાત્રે કેરી ખાવાનું ટાળવું જોઈએ. રાત્રે કેરી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. રાત્રે કેરી ખાવાથી પાચનક્રિયા ધીમી થઈ જાય છે. આવી સ્થિતિમાં, જો કેરી જેવું ભારે અને મીઠું ફળ ખાવામાં આવે તો તેને પચવામાં મુશ્કેલી પડી શકે છે. નિષ્ણાતોના મત પ્રમાણે આનાથી ગેસ, અપચો, પેટમાં દુખાવો અને ભારેપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે કેરી ખાવાનું ટાળવું જોઈએ

કેરીમાં પ્રાકૃતિક શુગર ભરપૂર માત્રામાં હોય છે જેથી રાત્રે કેરી ખાવાથી બ્લેડ સુગર અચાનક વધી જવાની શક્યતાઓ વધી જોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે કેરી ખાવાનું ટાળવું જોઈએ. બીજી વાત કરવામાં આવે તો, કેરીમાં કેલરી અને ખાંડ બંનેનું પ્રમાણ વધુ હોય છે. રાત્રે તેને ખાધા પછી, શરીરને કેલરી બર્ન કરવા માટે પૂરતો સમય મળતો નથી. કારણ કે આપણે રાત્રે કોઈ શારીરિક પ્રવૃત્તિ કરતા નથી. તેના કારણે શરીરમાં ચરબીના રૂપમાં જમા થઈ શકે છે અને વજન વધારી શકે છે.

રાત્રે કેરી ખાવામાં આવે તો તમારી ઊંઘ બગડી શકે છે

કેરીને ફળોનો રાજા કહેવાય છે, કેરી ખાવાથી શરીરમાં શક્તિનું પ્રમાણે વધી જાય છે. મહત્વની વાત એ છે કે, રાત્રે આપણે માત્ર આરામ કરતા હોઈએ છીએ. જેથી નિષ્ણાતોના મત પ્રમાણે જો સૂતા પહેલા કેરી ખાવામાં આવે તો તે ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, ઊંઘની ગુણવત્તા બગડી શકે છે. જો તમારે સારી અને સંતોષકારક ઊંઘ લેવી હોય તો રાત્રે કેરી ખાવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો…તમે તમારે મોજથી ખાઓઃ તરબૂચમાં કેમિકલનું પ્રમાણ નહીવત હોવાનું તંત્રનું તારણ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button