એક મુસ્લિમ તરીકે મને શરમ આવે છેઃ બોલિવુડ સંગીતકારે કરી ઈમોશનલ પૉસ્ટ

મંગળવારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકીવાદી હુમલાએ દેશભરમાં દુઃખની લાગણી ફેલાવી છે. માત્ર ભારત જ નહીં દુનિયાના દેશોએ આ હુમલાની ટીકા કરી છે. પાકિસ્તાની કલાકારોએ પણ દુઃખ વ્ક્ત કર્યું છે જ્યારે બોલીવૂડમાં પણ દુઃખ અને રોષની લાગણી પ્રસરી છે. બોલીવુડના જાણીતા સિંગર સલીમ મર્ચંટે પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.
સલીમ મર્ચન્ટે સોશ્યલ મીડિયા પર વિડીયો શેર કરી જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક ઘણા મુશ્કેલ રહ્યા હતા. તેણે આ સાથે જ પીડિત પરિવારો માટે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. સિંગર-મ્યુઝિશિયન સલીમે જણાવ્યું કે આ આતંકી હુમલામાં જે નિર્દોષની મોત થઇ તે મુસ્લિમ નહીં પણ હિંદુ હતા પરંતુ તે હત્યારાઓ મુસ્લિમ નહીં પણ આતંકવાદીઓ હતા. વિડીયોમાં કુરાનનો ઉલ્લેખ કરીને આગળ કહ્યું કે, ધર્મના મામલામાં કોઈ જબરદસ્તી નથી હોતી.
છતાં એક મુસ્તલિમ તરીકે મારા નિર્દોષ હિંદુ ભાઈ-બહેનના મૃત્યુ થતા જોઇને મને શરમની લાગણી અનુભવાય છે. કાશ્મીરીઓના જીવનમાં ફરી મુશ્કેલીઓ આવી પડી છે. ખબર નથી પડતી કે આ આતંકવાદ ક્યારે અટકશે? પોતાનો ગુસ્સો અને દુઃખ પણ કેવી રીતે વ્યક્ત કરવું તે પણ સમજાતું નથી. હું માથું ટેકીને જે નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તેમના પરિવારને શક્તિ મળી રહે તેની ઈશ્વરને દુઆ કરીશ.
સલીમ મર્ચંટના અમુક શોઝ ભારત બહાર થવાના હતા પરંતુ તે અટકાવીને સિંગરે ભારત વાપસી કરી છે. સલીમે ઉમેર્યું કે છેલ્લા ૨૪ કલાક ઊંઘ ઉડાવી દે તેવા ખૂબ જ મુશ્કેલ હતા. સિંગર સલીમ મર્ચંટની પોસ્ટ પર મુનાવર ફારૂકીએ પણ ટીપ્પણી કરી હતી. મુનાવર ફારૂકીએ એકદમ સાચી વાત છે તેવી ટીપ્પણી કરી હતી.
આ પણ વાંચો…કંઈક મોટું થવાના એંધાણ! પહેલગામ આતંકી હુમલા અંગે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી