કાંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ કહ્યું કે સમિતિમાંથી મારું નામ હટાવો…

જમ્મુ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરણ સિંહે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને વિનંતી કરી છે કે તેમનું નામ જમ્મુ કાશ્મીર કોંગ્રેસ સમિતિની કાર્યકારી સમિતિમાંથી હટાવવામાં આવે ત્યારે કરણ સિંહે આવું કેમ કર્યું તેમ થાય. પરંતુ આ સમિતિ વિશે કરણ સિંહને જરા પણ ભનક નહોતી તે શું ખરેખર આવું શક્ય છે? નોંધનીય છે કે પાર્ટીએ નજીકના સમયમાં જ જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસની અનેક સમિતિઓની રચના કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને લખેલા પત્રમાં કરણ સિંહે લખ્યું છે કે તેઓ ઘણા વર્ષોથી રાજ્યની રાજનીતિમાં સક્રિય નથી. તેથી તેમનું નામ પુનર્ગઠિત પ્રદેશ કોંગ્રેસની કારોબારી સમિતિમાંથી હટાવવામાં આવે. કરણ સિંહના પત્રથી સવાલ ઉઠે છે કે શું પાર્ટી રાજ્યોમાં સમિતિઓ બનાવતા પહેલા વરિષ્ઠ નેતાઓનો અભિપ્રાય લેતી નથી.
ખડગેએ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિની કાર્યકારી સમિતિની રચનાને મંજૂરી આપી હતી. આ સમિતિમાં કરણ સિંહ, સૈફુદ્દીન સોઝ, ગુલામ અહેમદ મીર અને તારિક હમીદ કારા સહિત ઘણા નેતાઓના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાર્ટીએ જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પાંચ વરિષ્ઠ ઉપાધ્યક્ષો, 22 ઉપપ્રમુખો, 51 મહાસચિવો અને 62 સચિવોની પણ નિમણૂક કરી છે.