ગેરકાયદે બાંધકામ તોડવા કે નહીં?
સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાના પાલિકાના આદેશ પછી અધિકારી આથી અવઢવ

મુંબઈ: એક તરફ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને અનધિકૃત બાંધકામ તોડી પાડનારા અધિકારીઓની રાજકીય દબાણ હેઠળ પાલિકા પ્રશાસન દ્વારા બદલી કરી નાખવામાં આવે છે. તો બીજી તરફ પ્રશાસન દ્વારા શહેરમાં રહેલા ગેરકાયદે બાંધકામને સુપ્રીમ કોેર્ટે નક્કી કરેલી ગાઈડલાઈનનું પાલન કરીને આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેથી અધિકારીઓને શું કરવું એવો સવાલ સતાવી રહ્યો છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગેરકાયદે બાંધકામ તોડી પાડનારા અધિકારીની માત્ર ૧૫ દિવસમાં બદલી કરી નાખવામાં આવી છે તેની સામે અધિકારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે ત્યારે પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ બુધવારે ગેરકાયદે બાંધકામ સંદર્ભમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરીનું વીડિયો રેકોર્ડિંગ કરવું તથા સુપ્રીમ કોર્ટની અન્ય ગાઈડલાઈનનું પાલન કરવું. ગેરકાયદે બાંધકામ સામે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં અને જયારે પણ તે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરવાની હોય ત્યારે પાલિકાના જુદા જુદા વિભાગ સહિત પોલીસ સહિત જુદી યંત્રણા સાથે સમન્વય સાધવો એવો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો.
આ પણ વાંચો…કોસ્ટલ રોડનો બીજો અન્ડરપાસ મે મહિનામાં ખુલ્લો મૂકાશે