આમચી મુંબઈ

ઘાટકોપર, કુર્લામાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે

મુંબઈ: ઘાટકોપર (પશ્ર્ચિમ)માં પાણીપુરવઠાને લગતા જુદા જુદા કામ હાથ ધરવામાં આવવાના છે. આ કામ શનિવારે કરવાના હોવાથી શનિવારથી રવિવાર સુધીના ૨૪ કલાક માટે ઘાટકોપર અને કુર્લામાં પાણીપુરવઠો બંધ રહેશે.
પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ઘાટકોપર (પશ્ર્ચિમ)માં સંત તુકારામ પુલ પાસે ૧,૫૦૦ મિલીમીટર વ્યાસની મુખ્ય પાણીની લાઈન પર ૧,૨૦૦ મિલીમીટર વ્યાસના વાલ્વ બેસાડવામાં આવવાના છે. એ સિવાય ઘાટકોપર જળાશયમાં ઈનલેટ પર ૧,૪૦૦ મિલીમીટર વ્યાસના વાલ્વ બેસાડવાની સાથે જ અમુક જ્ગ્યાએ ક્રોસ કનેકશનના અને ૧,૫૦૦ મિલીમીટર અને ૯૦૦ મિ.મી. વ્યાસની બે પાઈપલાઈનમાં રહેલા ગળતરના સમારકામ જેવા જુદા જુદા કામનો સમાવેશ થાય છે.

શનિવાર, ૨૬ એપ્રિલ, ૨૦૨૫ના સવારના ૧૦ વાગ્યાથી આ કામ રવિવાર, ૨૭ એપ્રિલ, ૨૦૨૫ના સવારના ૧૦ વાગ્યા સુધી ચાલશે, તેથી આ સમય દરમ્યાન પાણીપુરવઠો બંધ રહેશે. સંબંધિત વિસ્તારના નાગરિકોને પાણી સંભાળીને વાપરવાનું રહેશે.
આ વિસ્તારોમાં પાણીપુરવઠાને અસર થશે.

એન વોર્ડના ઘાટકોપર (પશ્ર્ચિમ)માં ભટવાટી, બર્વેનગર, મહાનગરપાલિકા કોલોની-એ થી કે, કાજૂટેકડી, રામજી નગર, રામ જોશી માર્ગ, આઝાદ નગર, અકબરવાલા કમ્પાઉન્ડ, પારસીવાડી, સોનિયા ગાંધી નગર, નામદાર બાળાસાહેબ દેસાઈ કોલોની, શંકર મંદિર, રામ નગર, રાહુલ નગર, કૈલાસનગર, સંજયગાંધી નગર, વર્ષા નગર, જય મલ્હાર નગર, ખંડોબા ટેકડી, ડી એન્ડ સી પાલિકા કોલોની, વિક્રોલી પાર્ક સાઈટનો અમુક વિસ્તાર, સુભાષ નગર, શિવાજી નગર, યશવંત નગર, ગાવદેવી, પઠાણ ચાલ, અમૃત નગર, ઈંદિરા નગર-એક, અમિનાબાઈ ચાલ અને સાઈનાથ નગર સહિત ગણેશ નગર, સાગર પાર્ક, જગડૂશા નગર, કાતોડીપાડા, ઈંદિરા નગર-બે, ગેલ્ડા નગર, ગોળીબાર રોડ, સેવાનગર, ઓ.એન.જી.સી કોલોની, મઝગાંવ ડોક કોલોની, ગંગાવાડી, સિદ્ધાર્થ નગર, આંબેડકર નગર, જવાહરભાી પ્લોટ, પાટીદાર વાડીનો અમુક ભાગ, રાધાકૃષ્ણ હોટલનો પાછળના વિસ્તાર વગેરેનો સમાવેશ થાય છે.

એલ વોર્ડ કુર્લામાં આવતા અસલ્ફા વિલેજ, હોમગાર્ડ કોલોની, નારાયણ નગર, સાને ગુરુજી પંમ્પિગ સેન્ટર, હિલ નંબર ત્રણ, અશોક નગર, હિમાલય સોસાયટી, સંજય નગર, સમતા નગરમાં શનિવારે પાણીપુરવઠો બંધ રહેશે તો સંઘર્ષ નગર, ખૈરાણી રોડ, યાદવ નગર, લક્ષ્મીનારાયણ મંદિર રોડ, કુલકર્ણી વાડી, મોહિલી વિલેજ, ભાનુશાલી વાડી અને પરેરા વાડીમાં રવિવારે પાણીપુરવઠો બંધ રહેશે.

આ પણ વાંચો…પાલિકાના પોકળ દાવાં: મુંબઈમાં વરસાદી પાણી ભરાવાનાં ૮૬ સ્થળ વધ્યા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button