ટોપ ન્યૂઝનેશનલ

શ્રીનગરથી પરત ફરતા મુસાફરોને રાહત, એરલાઈન્સે ભાડામાં કર્યો ઘટાડો

નવી દિલ્હીઃ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીર ફરવા ગયેલા પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે. આ દરમિયાન એરલાઈન્સ કંપનીઓ દ્વારા શ્રીનગરથી દિલ્હી આવતી ફ્લાઈટ્સનું ભાડું હવે ઘટાડ્યું છે. સરકારના હસ્તક્ષેપ બાદ શ્રીનગરથી દિલ્હી આવતી ફ્લાઈટ્સનું ભાડું 24 એપ્રિલના રોજ ઘટીને 10,000થી ઓછું થઈ ગયું છે.

સંકટના સમયમાં સરકાર અને એરલાઈન્સે મળીને સ્થિતિને કાબુમાં રાખવાની કોશિશ કરી હતી. ભાડું ઓછું થવું, કેન્સલેશન ચાર્જ માફ કરવો અને એકસ્ટ્રા ફ્લાઈટ્સના કારણે હવે લોકોનું શ્રીનગરથી પરત ફરવું આસાન થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ શ્રીનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ફ્લાઈટ્સનું ભાડું એકદમ વધી ગયું હતું. જેને જોતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં ભાડું સામાન્ય રાખવા અને કોઈપણ પ્રકારનો વધારો ન કરવા જણાવ્યું હતું. એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ શ્રીનગરથી દિલ્હી તથા મુંબઈ માટે એકસ્ટ્રા ફ્લાઈટ મુકી હતી. આ ઉપરાંત એરલાઈન્સે કેન્સલેશન ચાર્જ અને રિશેડ્યુલિંગ ચાર્જ પણ માફ કર્યા છે. આ છૂટ 30 એપ્રિલ સુધી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અનંતનાગ પોલીસે કાયરતાપૂર્ણ હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે કોઈપણ માહિતી આપનારને રૂ. 20 લાખના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. આ ઈનામ આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે. પોલીસ આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારોને પકડવા માંગે છે. પોલીસે લોકોને કોઈપણ ડર વગર આગળ આવવા અને માહિતી આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચો…ધર્મને નામે નિર્દોષ નાગરિકોને મારી નાખવા એ તો નર્યું પાપ કહેવાયઃ મોહમ્મદ સિરાજ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button