દિવસના આ સમયે સ્નાન કરવું મનાય છે અશુભ, તમે પણ નથી કરતા ને આ ભૂલ??

જે રીતે આપણે આપણા શરીરને અંદરથી શુદ્ધ રાખવા માટે યોગ, ધ્યાન અને મેડિટેશન કરીએ છીએ એ જ રીતે શરીરને બાહ્ય રીતે શરીરને અને સાફ-સૂથરું રાખવા માટે સ્નાન કરવા માટે જરૂરી છે. આપણી દિનચર્યા એવી હોવી જોઈએ જેનાથી આપણું દરેક કામ સમય પર પૂરું થાય. આપણામાંથી ઘણા લોકોને એવી ટેવ હોય છે કે દિવસના કોઈ પણ સમયે સ્નાન કરવાની. પરંતુ તમારી આ ટેવ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે અમે અહીં તમને દિવસના કયા સમયે સ્નાન કરવાનું અશુભ માનવામાં આવે છે.
મળતી માહિતી પ્રમાણે દિવસમાં ક્યારેય બપોરના સમયે સ્નાન ના કરવું જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં બપોરના સ્નાન કરવાને રાક્ષસી સ્નાન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે બપોરે 12 વાગ્યે કે ત્યાર બાદ સ્નાન કરનારાઓથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
આ પણ વાંચો: ભારતમાં આવેલા આ ગામના નામ લેતા તો શરમથી પાણી પાણી થઈ જશો…
જ્યોતિષીઓની વાત પર વિશ્વાસ કરીએ તો જે લોકો બપોરે સ્નાન કરે છે તેમનો ચંદ્રમા, શનિ અને રાહુ ત્રણેય ખરાબ થઈ શકે છે. આને કારણે આ લોકોના જીવનમાં વિષયોગ બને છે. આવું કરનારના બનતા કામ પણ બગડવા લાગે છે અને કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ લોકોને.
બપોરના સમયે સ્નાન કરનારા લોકો હંમેશા કોઈને કોઈ પરેશાનીથી ઘેરાયેલા રહે છે. આ લોકો ગમે એટલો પ્રયાસ કરે પણ તેમના કામ નથી થતા. સંબંધોમાં પણ પણ ટકરાવ થતો રહે છે. આ જ કારણે શાસ્ત્રોમાં ગમે એટલા પણ વ્યસ્ત કેમ ના હોવ પણ સમય પર સ્નાન અને હજાર કામ છોડીને પણ સમય પર જમી લો.
આ પણ વાંચો: ટ્રેનમાં ઘી લઈ જઈ શકાય? શું કહે છે રેલવેનો નિયમ? જાણી લેશો તો ફાયદામાં રહેશો…
જો તમે પણ બપોરના સમયે સ્નાન કરતાં હોવ તો આજથી જ આવું કરવાનું બંધ કરી દો. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો…