આમચી મુંબઈ
થાણેમાં શુક્રવારે અમુક વિસ્તારોમાં પાણી નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના જાંભૂળ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં મહત્ત્વનું સમારકામ કામ કરવામાં આવવાનું છે. તેથી કટાઈ નાકાથી થાણે સુધીના વિસ્તારમાં ગુરુવાર ૨૪ એપ્રિલના રાતના બાર વાગ્યાથી શુક્રવાર, ૨૫ એપ્રિલના રાતના બાર વાગ્યા સુધીના ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેેશે, જેમાં મુખ્યત્વે દિવા, મુમ્બ્રા, અને કલવા, વાગલે એસ્ટેટ, માજીવાડા, કોલશેત ખાલ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. સમારકામ બાદ એકાદ-બે દિવસ પાણી ઓછા દબાણ સાથે મળશે.