સ્પેશિયલ ફિચર્સ

તમે પાંચ વર્ષથી વાપરો છો એક જ મોબાઈલ નંબર? આ સમાચાર વાંચી લો…

આજકાલના સમયમાં કેટલાક લોકો ફોન બદલવાની સાથે સાથે ફોન નંબર પણ બદલતા રહે છે તો વળી કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ વર્ષો સુધી એક જ નંબર યુઝ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે ફોન નંબર પરથી પણ કોઈ વ્યક્તિની પર્સનાલિટી વિશે જાણી શકાય છે? જો તમે વર્ષોથી એક જ નંબર યુઝ કરો છો તો તમારે ચોક્કસ જ આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી લેવી જોઈએ.

https://twitter.com/aksh_44/status/1913893759328145804

જો તમે પણ પાંચ વર્ષ કરતાં પણ લાંબા સમયથી એક જ મોબાઈલ નંબર યુઝ કરો છો તો આ સ્ટોરી તમારા માટે જ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. 31 સેકન્ડના આ વીડિયોને કારની અંદરથી શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે પાંચ વર્ષ એક જ ફોન નંબર… પાંચ ફેક્ટ… બેકગ્રાઉન્ડમાં એક વોઈસ આવે છે કે જો તમે પાંચ વર્ષથી એક જ ફોન નંબર યુઝ કરો છો એ તમારા વિશે પાંચ વાતો જણાવે છે.

આ પણ વાંચો: …. તો મોબાઈલ પર નંબર નહીં સીધું નામ દેખાશે, જાણી લો એટુ ઝેડ વિગતો

આઈ નો આઈ નો હવે તમને પણ એ વાત જાણવાની તાલાવેલી થઈ હશે કે ભાઈ આખરે પાંચ વર્ષથી એક જ નંબર યુઝ કરતાં હોય એવા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે પણ પાંચ વર્ષથી એક જ નંબર યુઝ કરો છો તો તમારી પર્સનાલિટી કેવી છે-

  1. સૌથી પહેલાં તો જો તમે એક જ નંબર પાંચ વર્ષથી વાપરો છો તો તમારી ઉપર કોઈ પોલીસ, કોર્ટ-કચેરીનો કેસ નથી.
  2. જો તમે વર્ષોથી એક જ નંબર યુઝ કરો છો તો તમે તમારા પાર્ટનરને લઈને ખૂબ જ ઈમાનદાર છો.
  3. તમે વર્ષોથી એક જ નંબર યુઝ કરતાં હોવ તો તમારી પર કોઈનું દેવું કે ઉધાર નથી.
  4. પાંચ વર્ષ કે એનાથી વધારે લાંબા સમય સુધી જો તમે એક નંબર યુઝ કરો છો તો તમે લફડાબાજ નથી અને સમાજમાં તમારો હોદો છે
  5. લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ જો તમે પાંચ વર્ષ કરતાં પણ લાંબા સમયથી એક જ નંબર યુઝ કરો છો તો તમે એક જવાબદાર અને વિશ્વાસપાત્ર વ્યક્તિ છો.

આ પણ વાંચો: મોબાઈલની એક ક્લિકમાં ઓનલાઈન ખરીદી કરતા પહેલા ગ્રોમાની આ ચેતવણી વાંચી લો…

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 29મી એપ્રિલના પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. આ સાથે જ અનેક યુઝર્સે તેઓ કેટલાક વર્ષથી એક જ મોબાઈલ નંબર યુઝ કરે છે એ જણાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button