મનોરંજન

રૂ. 15,000 કરોડ ખર્ચ્યા Mukesh Ambaniએ એન્ટિલિયા પર પણ છે આ એક વસ્તુની કમી…

મુકેશ અંબાણીની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને એની સાથે જ જે ઘરમાં મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે રહે છે તેની ગણતરી પણ દુનિયાના આલિશાન ઘરોમાં કરવામાં આવે છે. હવે હેડિંગ વાંચીને તમને પણ થઈ ગયું હશે કે જે ઘરને બનાવવા મુકેશ અંબાણીએ હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો પણ તેમ છતાંય કોઈ વસ્તુની કમી કઈ રીતે રહી શકે? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…

આ પણ વાંચો: Mukesh Ambani ના એન્ટિલિયાની બાજુમાં જ કોણે બનાવી આ આલીશાન બિલ્ડિંગ?

મુકેશ અંબાણીએ 15,000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો તો કઈ રીતે તેમાં કોઈ પણ કમી રહી શકે? 27 માળના આ આલિશાન ઘરમાં દેશ-દુનિયાની તમામ સુવિધાઓ હાજર છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એવા રિપોર્ટ્સ ફરી રહ્યા છે કે આટલા મોટા ઘરમાં અંબાણી પરિવારે એસી નથી લગાવ્યા. ચાલો જાણીએ શું છે આખી સ્ટોરી.

આ પણ વાંચો: એન્ટિલિયા પહેલાં Mukesh Ambani-Nita Ambani ક્યાં રહેતા હતા? કેવું હતું પહેલાંનું ઘર?

અંબાણી પરિવારના એન્ટિલિયાને જોશો તો તમને ક્યાંય એસીના આઉટડોર યુનિટ નહીં જોવા મળે અને આ જ કારણે એવી ચર્ચા થઈ રહી છે કે શું એન્ટિલિયામાં એસી નથી લગાવવામાં આવ્યા? વાત જાણે એમ છે કે ઘરની કાંચની અને માર્બલની દિવાલોની સુંદરતા એસીના આઉટડોર યુનિટથી છુપાઈ જાય છે. આ જ કારણે અંબાણી પરિવારે એક સેન્ટ્રલાઈઝ્ડ કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. જે માણસોને બદલે માર્બલ, ઈન્ટિરિયર્સ અને ફૂલના હિસાબે ટેમ્પરેચર કન્ટ્રોલ કરે છે.

આ પણ વાંચો: આ એક ભયને કારણે Mukesh-Nita Ambani એક વર્ષ બાદ એન્ટિલિયામાં શિફ્ટ થયા…

ટૂંકમાં અંબાણી પરિવારે ઘરમાં ઠંડક માટે એવી સિસ્ટમ બેસાડી છે કે જેને મેન્યુઅલી કન્ટ્રોલ નથી કરી શકાતું. એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીએ આ વિશે ખુલાસો કર્યો હતો. અંબાણી પરિવાર આ સ્કાય સ્ક્રેપપર્સના ટોપ ફ્લોર પર રહે છે તેનું કારણ કોઈ સ્ટેટસ સિમ્બોલ નહીં પણ નેચરલ એર અને લાઈટ્સ છે એવો ખુલાસો પણ એક્ટ્રેસે કર્યો હતો.

આ પણ વાંચો: એન્ટિલિયા નજીક વિસ્ફોટકો શોધી કાઢનારો શ્ર્વાન ઑસ્કર પોલીસદળમાંથી થયો નિવૃત્ત

અત્રે ઉલ્લેખનીય છે કે એન્ટિલિયાના 27મા માળે આખો અંબાણી પરિવાર સાથે રહે છે એવો દાવો પણ અને રિપોર્ટ્સમાં કરવામાં આવ્યો છે અને અહીંથી અરબી સમુદ્રનો સુંદર નજારો પણ જોવા મળે છે. ભાઈ આ તો અંબાણીઝ છે, એમની તે કંઈ વાત થાય? જે વસ્તુ પર હાથ મુકે એ એ વસ્તુ ખરીદી લેવાની તાકાત છે એમની પાસે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button