
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલામાં 28 પર્યટકોનું નિધન થતાં દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ફિલ્મ સ્ટાર્સ, સેલિબ્રિટીઓથી લઈને તમામ લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ બધા વચ્ચે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ કંઈક એવી પોસ્ટ કરી છે કે જેને કારણે લોકો ભારે ગુસ્સે ભરાયા છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું અમિતાભ બચ્ચને કે લોકોની ટીકાના ભોગ બનવું પડ્યું-
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેઓ પોતાના ફેન્સ સાથે ડે ટુ ડે લાઈફની અપડેટ્સ શેર કરતાં રહે છે. પરંતુ ગઈકાલે થયેલાં આંતકવાદી હુમલા અંગે બિગ બીએ એક પણ પોસ્ટ નહોતી કરી. એથી વિપરીત તેમણે રાકે 1.20 કલાકે બિગ બીએ પોતાના એક્સ એકાઉન્ટ પરથી ટ્વીટના નામે માત્ર ટી5356 લખ્યું અને છોડી દીધું હતું. યુઝર્સ બિગ બીની આ હરકત જોઈને યુઝર્સ રોષે ભરાયા હતા અને તેમણે તેમની એ ટ્વીટ પર કમેન્ટ કરવાનું અને બિગ બીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
T 5356 –
— Amitabh Bachchan (@SrBachchan) April 22, 2025
એક યુઝરે બિગ બીની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે જયાજીએ ફોન લઈ લીધો કે શું? આગળ ના લખી શકાયું પહેલગામ વિશે? બીજા એક યુઝરે લખ્યું હતું કે કાશ્મીરમાં થયેલાં આંતકવાદી હુમલા અંગે એક પોસ્ટ નહીં? ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આદરણીય સર, ક્યારેક ક્યારેક કંઈ બોલી દેવું જોઈએ, આવા નરસંહાર સમયે મૌન સેવવું યોગ્ય નથી. ચોથા યુઝરે લખ્યું છે કે આવા સમયે તમારે ભારતીયો સાથે ઉભા રહેવું જોઈતું હતું.
જોકે, આ મામલે બિગ બી દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. પરંતુ સોશિયલ મીડિયા પર એક બીજો વર્ગ છે કે જે બિગ બીની આ ટ્વીટને ન કહીને ઘણું બધું કહી દેવાના નજરિયાથી જોઈ રહ્યા છે. બિહ બીની આ પોસ્ટ પર કેટલાક લોકો એવી કમેન્ટ કરી રહ્યા છે કે ખામોશી પણ ઘણું બધું કહે છે. લોકો તેમના આ ખાલી નંબરવાળા ટ્વીટને પહેલગામ સાથે જોડીને જોઈ રહ્યા છે.
હવે બિગ બીએ આવું કેમ કર્યું એ તો તેઓ જ કહી શકે, આપણે તો ખાલી અટકળો લગાવી શકીએ. સોશિયલ મીડિયા પર બિગ બીની તગડી ફેન ફોલોઇંગ છે અને તેમની પોસ્ટ ગણતરીની સેકન્ડમાં જ વાઈરલ થઈ જતી હોય છે.
આ પણ વાંચો…આવું કાશ્મીર મેં જોયું છેઃ અનુપમ ખેર સહિત ફિલ્મ હસ્તીઓએ વ્યક્ત કર્યો આક્રોશ