જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લાના ઉરીમાં 2 આતંકી ઠાર કરાયા

બારામુલ્લાઃ પહલગામમાં હિન્દુઓના નરસંહારના બીજા જ દિવસે બારામુલ્લાના ઉરી નાલામાં 2 આતંકવાદીઓ ઘુસણખોરી કરતા ઝડપાયા હતા. બુધવારે સવારે ભારતીય સેના દ્વારા આ બે આતંકી ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં પહલગામ અટેકના એક દિવસ પછી જ આતંકીઓને ઠાર મરાયા છે. ભારે ગોળીબારીઓ કરી 2 આતંકવાદીને ઠાર મરાયા હતા.
આર્મીના જણાવ્યા પ્રમાણે 2-3 આતંકવાદીઓ ખોટી રીતે ઘુસણખોરી કરતા બારામુલ્લાના સરજીવન વિસ્તારમાંથી ઝડપાયા હતા. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર, બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, બારામુલ્લામાં ચાલી રહેલા ઓપરેશનમાં સુરક્ષા દળો દ્વારા ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો, દારૂગોળો અને અન્ય શસ્ત્રો મળી આવ્યા છે. ઓપરેશન ચાલુ છે.
આ પણ વાંચો…શું ભારત ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરી બદલો લેશે? પાકિસ્તાનને સતાવી રહ્યો છે હુમલાનો ડર