
પહેલગામઃ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે બપોરે આતંકવાદીઓ (Pahalgam Terror Attack) દ્વારા પ્રવાસીયો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી હતી. સૌથી મોટી વાત જે અત્યારે ચર્ચાનો વિષય બની છે કે, આતંકવાદીઓએ ધર્મ પૂછીને પ્રવાસીઓને ગોળી મારી હતી. આતંકવાદીઓની આ કાયર હરકત હતી. આખરે શા માટે ધર્મ પૂછીને જ ગોળી મારી? મૃતકોમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને વિદેશના પ્રવાસીયો પણ સામેલ છે. એક મૃતક કે જેના 2 મહિલા પહેલા જ લગ્ન થયા હતા અને પત્ની સાથે અહીં ફરવા માટે આવ્યો હતો તેની પણ હત્યા કરવામાં આવી હતી.
બે મહિના પહેલા થયા હતા શુભમના લગ્ન
વિગતે વાત કરવામાં આવે તો, કાનપુરના શુભમ દ્વિવેદી પોતાની પત્ની સાથે હનીમૂન માટે અહીં આવ્યો હતો. શુભમના બે મહિલાન પહેલા જાન્યુઆરીમાં જ લગ્ન થયા હતા. શુભમ બુધવારે પાછો ઘરે જવાનો હતો પરંતુ તેને ક્યા ખબર હશે તે મંગળવાર તેની જિંદગીનો છેલ્લો દિવસ હશે! જ્યારે આતંકવાદીઓએ શુભમને ગોળી મારી ત્યારે તેની પત્નીએ આતંકવાદીઓને કહ્યું કે, મને પણ મારી નાખો, પરંતુ આતંકીઓ કહ્યું કે, ‘અમે તને નહીં મારીએ, તને જીવતી છોડીશું એટલે તું તમારી સરકારને જઈને કહી શકે કે અમે શું કર્યું છે’
સરકારે પણ તેમની પાસેથી બદલો લેવો જોઈએઃ શુભમના પરિવારજનો
શુભમના મૃત્યુના સમાચાર મળતા જ ઘરમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. પરિવારે કહ્યું કે, જે રીતે આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે અને મારા શુભમની હત્યા કરી છે, સરકારે પણ તેમની પાસેથી બદલો લેવો જોઈએ. અમારા શુભમનો મૃતદેહ શક્ય તેટલી વહેલી તકે આપણા ઘરે મોકલવો જોઈએ. વધુમાં પરિવારે કહ્યું કે, અમારા પરિવારના 10 લોકો ત્યાં પહેલગામમાં જ છે. શુભમનો મૃતદેહ દિલ્હી આવવાની અપેક્ષા હોવાથી પરિવારના લોકો કાનપુરથી દિલ્હી પણ જશે. આ હુમલો ભારતના ઈતિહાસમાં પ્રવાસીઓ પર થયેલો સૌથી મોટો હુંમલો છે. જેમાં 26 લોકોની હત્યા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
કાર્યવાહીના વાત કરવામાં આવે તો, સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આતંકવાદીઓને જોતા જ ગોળી મારી દેવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર મોડી રાતથી કાશ્મીર પહોંચી ગયા હતા. અત્યારે કાર્યવાહી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આતંકવાદીઓ ક્યાંથી આવ્યાં? કોણે તેમને મદદ કરી? હથિયાર ક્યાંથી આવ્યાં? આ દરેક દિશામાં તપાસ થવી જરૂરી છે.
આ પણ વાંચો…Pahalgam Terror Attack: આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત, હિંદુઓ ટાર્ગેટ પર