ઓક્ટોબરના અંતમાં રાહુ કરશે ગોચર, દોઢ વર્ષ સુધી આ ત્રણ રાશિના જીવનમાં મચશે હાહાકાર…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની હિલચાલને ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે અને આ અઠવાડિયામાં તો એક પછી એક બહુ મોટા મોટા ગ્રહો ગોચર કરીને રાશિ પરિવર્તન અને વિવિધ યોગ બનાવી રહ્યા છે, સારી અસર અમુક રાશિ પર જોવા મળશે.
આજે આપણે અહીં વાત કરવાના છીએ એક એવા ગોચર વિશે કે જેને કારણે ત્રણ રાશિના જાતકોના જીવનમાં હાહાકાર મચી જવાનો છે. રાહુ 30મી ઓક્ટોબરના મીન રાશિમાં પ્રવેશી રહ્યો છે અને આ રાશિ પરિવર્તનની અસર મકર, કુંભ અને મીન રાશિના લોકોના જીવન પર વિપરીત અસર જોવા મળશે.
આ રાશિના જાતકોના પારિવારીક જીવન પર પ્રભાવ જોવા મળશે. આવો જોઈએ માયાવી ગ્રહ રાહુના ગોચરથી આગામી દોઢ વર્ષ સુધી આ જીવનમાં ત્રણ રાશિના જીવન માટે કેવો હાહાકર રહેવાનો છે-
આ રાશિના લોકો માટે જીવન સાથી સાથે વૈચારિક મતભેદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આવી પરિસ્થિતિમાં તમારે કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ. પડોશી સાથે પણ કોઈ મદ્દે સંબંધો વણસી શકે છે અને એમની સાથે સંબંધો સુધારવા માટે તમારે પૂરતા પ્રયાસો કરવા પડશે. ભાઈ સાથેના સંબંધમાં પણ કડવાશ આવી શકે છે. ટૂંકા પ્રયાસમાં જવાનું યોગ બની રહ્યા છે અને એ માટે તમારે તૈયાર રહેવું પડશે. તમને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ પડશે અને શત્રુ પર વિજય મેળવી શકશો.
કુંભ રાશિના લોકોને પણ આ ગોચરને કારણે પડકારોનો સામનો કરવો પડશે. ધીરજથી કામ લઈને આગળ વધશો તો સમાધાન આવી શકે છે. ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. રાહુ દુષ્ટ લોકો સાથે તમારી સંગત કરાવવાનો પ્રયાસ કરશે. સંબંધીઓ સાથે મનભેદ થઈ શકે છે. સગા સંબંધીઓ સઆથે સંબંધ વણસી શકે છે અને વાણીમાં કડવાશ આવશે. તમારે શક્ય ત્યાં સુધી તમારા વાણીમાં નમ્રતા જાળવી રાખવી પડશે. પારિવારીક જીવનમાં કેટલીક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંઘર્ષ કરવો પડશે અને તમારું પારિવારીક જીવન ડહોળાઈ શકે છે.
મીન રાશિના લોકો પણ રાહુના પ્રભાવથી બચી નહીં શકે. આ સમયગાળા દરમિયાન તમારા ગુસ્સામાં વધારો જોવા મળશે. વૈવાહિક સુખમાં પણ કમી આવશે. તમારા ગુસ્સાને કારણે તમને યથોચિત સન્માન નહીં મળશે. સંતાનસુખ પામવામાં પણ મુશ્કેલીઓ આવશે. તમારા સંતાનના સ્વાસ્થયમાં ગરબડ થઈ શકે છે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તમારે બધાને સાથે લઈને ચાલવું પડશે. આજે સુખ સુવિધાના સાધનો અને ધન-વૈભવની પ્રાપ્તિ થઈ રહી છે, જેને કારણે તમે પ્રસન્નતાનો અનુભવ કરશો.