નેશનલ

યુપીમાં સરકારે વહીવટીતંત્રમાં કર્યો મોટો ફેરફારઃ 33 IAS અધિકારીની બદલી કરી

લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કરતા 11 જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ત્રણ આઈપીએસ અધિકારી સહિત 33 આઈએએસ અધિકારીઓની બદલી કરી નાખી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

જે લોકોની બદલી કરવામાં આવી છે તેમાં માહિતી નિર્દેશક શિશિરનો સમાવેશ થાય છે, જેમને એમએસએમઇ, એક્સપોર્ટ પ્રમોશનના વિશેષ સચિવ અને ખાદી બોર્ડના સીઇઓ બનાવવામાં આવ્યા છે, જ્યારે વારાણસીના વિભાગીય કમિશનર કૌશલ રાજ શર્માને મુખ્ય પ્રધાનના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આપણ વાંચો: ગેરકાયદે બાંધકામો તોડનાર અધિકારીઓની બદલી કેમ? પાલિકાના એન્જિનિયરો ભડક્યા

ભદોહીના ડીએમ, વિશાલ સિંહ નવા માહિતી અને સંસ્કૃતિ નિયામક હશે, જ્યારે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.રાજલિંગમને વારાણસીના વિભાગીય કમિશનર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત હાપુર, આઝમગઢ, બરેલી, આંબેડકરનગર, ગાઝીપુર, ઝાંસી, મહોબા, કુશીનગર, સંત કબીર નગર અને ભદોહીના જિલ્લા મેજિસ્ટ્રેટની પણ બદલી કરવામાં આવી છે.

આઇપીએસ અધિકારીઓમાં ડી.કે. ઠાકુરને લખનઉના વિશેષ સુરક્ષા દળ (એસએસએફ)ના એડિશનલ ડિરેક્ટર જનરલ (એડીજી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે ભાનુ ભાસ્કરને મેરઠ ઝોનના એડીજી અને ડૉ. સંજીવ ગુપ્તાને પ્રયાગરાજ ઝોનના એડીજી બનાવવામાં આવ્યા છે. ઉપરાંત 24 નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) ની પણ બદલી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button