ટોપ ન્યૂઝપાટણ

પાટણમાં મંદિરની બહાર રમકડાં વેચતા માતાના દીકરાએ પાસ કરી યુપીએસસી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: સંઘ લોક સેવા આયોગ એટલે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસિઝ એક્ઝામિનેશનનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે જાહેર કરવામાં આવેલા પરિણામોમાં ટૉપ ૩૦માં ૩ ગુજરાતીઓ સમાવેશ પામ્યા છે. પરંતુ તેમાના પાટણના અંકિત વાણિયાની સફર કઈક જુદી રહી છે.

મળતી વિગતો અનુસાર યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામના ટૉપ ૩૦ની યાદીમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તેમાંના પાટણના સામાન્ય પરિવારના અંકિત વાણીયાને 607 રેન્ક મળ્યો છે. અંકિત વાણિયાના પિતા પાટણના કુણઘેર ગામમાં એલ.આઈ.સી માં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે જ્યારે તેમના મમ્મી ચુડેલ માતાના મંદિરની બહાર રમકડાની લારી ચલાવતા હતા.

અંકિતે વર્ષ ૨૦૧૬માં જીપીએસસી-યુપીએસસી પાસ કરી ક્લાસ વન અધિકારી બનવાના સ્વપ્ન સાથે મહેનત શરૂ કરી દીધી. તેણે કોઈપણ પ્રાઈવેટ કોચિંગ વગર જ સરકારી લાઈબ્રેરી અને સ્પીપામાં તૈયારી કરી હતી અને સતત ત્રણ વર્ષ સુધી સંઘર્ષ કરીને જીપીએસસી પાસ કરીને મદદનીશ કમિશનર બન્યા હતા.

અંકિતે ૨૦૧૮માં સૌપ્રથમ સિનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી હતી. છોટા ઉદેપુરમાં ફરજ ની સાથે તૈયારીઓ કરી હતી. ત્યારબાદ ૨૦૨૦માં ચીફ ઓફિસરની પરીક્ષા પાસ કરી હતી અને નોકરી જોઇન કર્યા બાદ ફરજની સાથે તેનું આઈએએસ અધિકારી બનવાનું સ્વપ્ન પૂર્ણ ન થઈ શકે એમ હોય લાગતા નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ફરીથી તૈયારી શરૂ કરીને જીપીએસસીમાં ૫૦૬ ગુણ મેળવીને હાલમાં મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગમાં ક્લાસ વન અધિકારી તરીકે પસંદ થયા હતા અને હવે તેમણે યુપીએસસી પાસ કરી છે.

જોકે દીકરો જ્યારે 2018માં પહેલીવાર અધિકારી બન્યો ત્યારે જ તેણે માતાનું કામ બંધ કરાવ્યું અને તેને આરામ આપ્યો. ગુજરાતની અન્ય બે યુવતીઓ માર્ગી શાહ અને હર્ષિતા ગોયલ પણ ઝળહળતી સફળતા મેળવી ગુજરાતનું ગૌરવ બની છે.

આપણ વાંચો : પાટણમાંથી રૂ. 6.35 લાખની કિંમતનું 1059 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button