નેશનલ
ત્રિપુરામાં ભારે વરસાદના કારણે તબાહીઃ 400થી વધુ મકાનને થયું નુકસાન

અગરતલાઃ ત્રિપુરામાં ભારે વરસાદ અને તોફાનને કારણે 400થી વધુ ઘરોને નુકસાન થયું છે. આ માહિતી એક નિવેદનમાં આપવામાં આવી હતી. વધુમાં જણાવ્યું છે કે વીજળીના 49 થાંભલાઓ ધરાશાયી થતાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો.
ગોમતી જિલ્લાના કારબુકમાં એક મકાન ધરાશાયી થતાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમની ઓળખ નયન કુમાર ત્રિપુરા (70) અને રુમતી ત્રિપુરા (39) તરીકે થઇ હતી. 21 એપ્રિલની સવારે ત્રિપુરામાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વ્યાપક વિનાશ થયો હતો અને 445 ઘરને નુકસાન થયું હતું.
આ પણ વાંચો: ત્રિપુરા સરકારે સમગ્ર રાજ્યને કુદરતી આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો
કેટલાક સંપૂર્ણપણે નુકસાન પામ્યા હતા, કેટલાક આંશિક અથવા ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે ગોમતી, મુહુરી અને ફેની સહિતની બધી મુખ્ય નદીઓ સંભવિત પૂર સ્તરથી નીચે વહી રહી છે.