મનોરંજન

આખરે અનુરાગ કશ્યપે માફી માગી કહ્યું, ગુસ્સામાં હું મારી મર્યાદા ભૂલ્યો…

મુંબઈઃ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપે બ્રાહ્મણો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમની ટિપ્પણી પર ઘણો વિવાદ ચાલી રહ્યો છે અને અનુરાગ કશ્યપની ટીકા થઈ રહી છે.

અનુરાગ કશ્યપને પણ હવે પોતાની ભૂલનો અહેસાસ થયો છે, જેના પછી તેમણે માફી માંગી છે. અનુરાગ કશ્યપે આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીનેને લખ્યું હતું કે ગુસ્સામાં હું મારી મર્યાદા ભૂલી ગયો.

અનુરાગ કશ્યપે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. આમાં તેમણે લખ્યું છે કે, ‘ગુસ્સામાં કોઈને જવાબ આપતી વખતે હું મારી મર્યાદા ભૂલી ગયો. અને સમગ્ર બ્રાહ્મણ સમાજ વિશે ખરાબ બોલ્યો.

આપણ વાંચો: ફુલે ફિલ્મ વિવાદમાં અનુરાગ કશ્યપે કરી નવી પોસ્ટ! લખ્યું – આટલા સંસ્કાર તો શાસ્ત્રોમાં પણ…

આ સમાજ જેના ઘણા લોકો મારા જીવનનો ભાગ રહ્યા છે, આજે પણ છે અને ઘણું યોગદાન આપે છે. આજે તે બધા મારાથી દુઃખી છે. મારા પરિવારને મારાથી દુઃખ થયું છે. ઘણા બૌદ્ધિકો જેમનો હું આદર કરું છું તેઓ મારા પર ગુસ્સે છે અને મારી વાણીથી દુઃખી થયા છે. આવું બોલીને, મેં પોતે જ વિષયને આડે પાટે ચઢાવી દીધો.

અનુરાગ કશ્યપે આગળ જણાવ્યું હતું કે હું આ સમાજની દિલથી માફી માંગુ છું, હું આ કહેવા માંગતો નહોતો, પરંતુ કોઈની સસ્તી ટિપ્પણીનો જવાબ આપતી વખતે ગુસ્સામાં લખ્યું હતું.

આપણ વાંચો: ‘મિલકે નક્કી કરલો જાતિ વ્યવસ્થા હૈ યા નહીં’ અનુરાગ કશ્યપે સેન્સર બોર્ડ અને સરકાર પર પ્રહારો કર્યા

હું મારા બધા મિત્રો, મારા પરિવાર અને સમાજની મારી બોલવાની રીત અને અપશબ્દો માટે માફી માંગુ છું. હું મારા ગુસ્સા પર કામ કરીશ જેથી આવું ફરી ન થાય. જો મારે કોઈ મુદ્દે વાત કરવી હશે, તો હું યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીશ. મને આશા છે કે તમે મને માફ કરશો.

અનુરાગ કશ્યપની આ પોસ્ટ પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. નેટિઝન્સ માફી માંગવાના તેમના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ‘આત્મનિરીક્ષણ.’ બીજા એક યુઝરે લખ્યું હતું કે ‘આ રીતે માફી માંગવી એ તમારી મહાનતા છે. એક યુઝરે લખ્યું, ‘ભૂલ સ્વીકારવી એ મોટી વાત છે.

‘ જોકે, કેટલાક યુઝર્સ અનુરાગને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સોશિયલ મીડિયા પર તમારી વ્યક્તિગત હતાશા વ્યક્ત કરવાનું ટાળો. બધાને એક જ ત્રાજવે ન તોલો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button