સ્પેશિયલ ફિચર્સ

આ લોકોને એરપોર્ટ પર નથી કરાવવી પડતી કોઈ ચેકિંગ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આપણે જ્યારે પણ એરપોર્ટ પર જઈએ છીએ ત્યારે ફ્લાઈટ બોર્ડ કરીએ ત્યારે આપણે અનેક પ્રકારના સિક્યોરિટી ચેકમાંથી પસાર થવું પડે છે. આટલી કડક સુરક્ષા વ્યવસ્થાનો હેતુ એક જ હોય છે કે કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ના બને. સામાન્ય નાગરિકો માટે કદાચ આ પ્રોસસ થોડી અઘરી કે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે. જોકે, કેટલાક લોકો એવા છે કે જેમને એરપોર્ટ પરની આ તમામ પ્રકારની ચેકિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ શું તમને ખબર છે કે આ લોકો કોણ છે? ચાલો તમને જણાવીએ-

આપણે આજે અહીં વાત કરીશું એવા લોકો વિશે કે જેમને એરપોર્ટની સિક્યોરિટી ચેકિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ લોકોને પોતાની કારથી એરક્રાફ્ટ સુધી લઈ જવાની પરવાનગી હોય છે. આ લોકોને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. પહેલી કેટેગરીમાં કેટલાક પ્રમુખ અને વ્યક્તિઓને પોતાના એસ્કોર્ટ વેહિકલને એરસાઈટ સુધી કોઈ પણ સિક્યોરિટી ચેક વિના મોકલવામાં આવે છે.

આ પણ વાંચો: પડોશી દેશના લોકો ભારતને કયા નામે બોલાવે છે? સાંભળીને વિશ્વાસ નહીં થાય…

કેટેગરી 1માં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અને વિવિધ સરકારના કેટલાક મુખ્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. વાત કરીએ બીજી કેટેગરી વિશે તો આ કેટેગરીમાં જે લોકોને પોતાની ગાડીમાં એરસાઈટ સુધી જવાની પરવાનગી આપવામાં આવી હોય છે.

બીજી કેટેગરીમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ વડા પ્રધાન, સીજેઆઈ, લોકસભાના સ્પીકર, દેશનાં પ્રથમ મહિલા (રાષ્ટ્રપતિનાં પત્ની), ઉપરાષ્ટ્રપતિનાં પત્ની, હાઈ કમિશ્નર કે વિદેશના રાજદૂતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: બોલો, ભારતમાં અહીં ભાડે મળે છે પત્ની?! ચોંકી ઉઠ્યા ને, જાણી લો એક ક્લિક પર…

ત્રીજી કેટેગરીમાં પણ ખૂબ જ મહત્ત્વના લોકોનો સમાવેશ થાય છે જેમને એરપોર્ટની સિક્યોરિટી ચેકિંગમાંથી મુક્તિ આપવામાં આવે છે. જેમાં રાજ્યોના રાજ્યપાલ, કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ અને મુખ્ય પ્રધાન પણ પોતાની કારથી એરસાઈટ સુધી જઈ શકાય છે. પરંતુ આ લોકોને આ પરવાનગી તેમના રાજ્યમાં સ્થિત એરપોર્ટ પર જ મળે છે. કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ આ લોકોને આ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button