મહારાષ્ટ્રને સતાવી રહ્યો છે બિયરનો ફિયર, સમિતીનું ગઠન કરતાં આવી ગઈ વિપક્ષના ઘેરામાં…
મુંબઈઃ ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક કમિટીનું દઠન કરવામાં આવ્યું હતું અને આ કમિટીને કારણે જ સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. હવે તમને થશે કે આખરે એવી તે કઈ કમિટી છે આ કે જેને કારણે સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે? તો વાત જાણે એમ છે કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં બિયરના વેચાણમાં જોવા મળેલાં ઘટાડાનો તાગ મેળવવા માટે પાંચ સદસ્યની આ સમિતિનું ગઠન કર્યું છે.
એક તરફ જ્યા રાજ્યમાં એ કારણ માટે કમિટીનું ગઠન કરવામાં આવી રહ્યું છે કે સમાજનમાં દારૂના વધી રહેલાં ઉપયોગને કઈ રીતે કાબુમાં લાવવામાં આવે? જ્યારે બીજી બાજું મહારાષ્ટ્ર સરકારને એ વાતની ચિંતા સતાવી રહી છે કે રાજ્યમાં લોકોએ બીયર કેમ ઓછી પી રહ્યા છે?
હાલમાં જ બીયર ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ બીયર પરની એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને સરકાર સામે પોતાની સમસ્યાઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે કઈ રીતે આલ્કોહલના પ્રમાણની સરખામણીએ બીયર પરની એક્સાઈઝ ડ્યૂટી વધુ છે. સાથે સાથે બીયર પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરનારા અન્ય રાજ્યના મહેસૂલમાં વધારો થયો છે. ત્યાર બાદ સરકારે સમિતી ગઠન કરવા પર નિર્દેશ કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા અતિરિક્ત મુખ્ચ સચિવની અધ્યક્ષતા હેઠળ પાંચ લોકોની એક સમિતીનું ગઠન કર્યું હતું. સમિતીમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સહિત બિયર એસોસિએશનના એક પ્રતિનિધિનો સમાવેશ પણ થાય છે. સમિતીનું કામ રાજ્યમાં કઈ રીતે બિયર ઈન્ડસ્ટ્રીને કારણે મહેસૂલની આવકમાં વધારો કરી શકાય એનું અધ્યયન કરવાનું હશે. રાજ્યમાં ઘટી રહેલાં બિયરના વેચાણને કઈ રીતે વધારો કરી શકાય અને સરકારને કમાણી કરવામાં કઈ રીતે મદદ મળી શકે એનો અભ્યાસ કરવાનો રહેશે. સમિતીને એક મહિનાની અંદર અહેવાલ સોંપવાનું જણાવવામાં આવ્યું છે.
જોકે, સરકાર હવે આ સમિતીને કારણે જ વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. યુબીટી જૂથના નેતા અંબાદાસ દાનવેએ સોશિયસ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે હતું મહારાષ્ટ્રનું આ દુર્ભાગ્ય છે કે રાજ્ય સરકારને રાજ્યમાં મરાઠી સ્કુલને બચાવવા માટે સમિતીનું ગઠન કરવાની આવશ્યક્તા મહેસૂસ ના થઈ. જો રાશનની દુકાન પર બિયરનું વેચાણ કરવામાં આવે તો દરેક ઘરમાં બિયર પીનારાઓ મળી જશે.