હવે દર મહિને ખબર પડશે કે દેશમાં કેટલા બેરોજગાર લોકો છે, સરકારે કરી જાહેરાત

નવી દિલ્હી: દેશમાં બેરોજગારી હંમેશા મોટી સમસ્યા રહી છે, બેરોજગારોની સંખ્યા અંગે સતત વાદવિવાદ થતા રહે છે. એવામાં ભારત સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. હવે દર મહિને દેશમાં બેરોજગાર લોકોની સંખ્યા જાહેર કરવામાં આવશે, અગાઉ દર ત્રણ મહીને આ માહિતી જાહેર કરવામાં આવતી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે સરકાર 15 મેથી ત્રિમાસિકને બદલે માસિક ધોરણે બેરોજગારીના આંકડા જાહેર કરવાનું શરૂ કરશે. 15 મેના રોજ જાહેર થનારા ડેટામાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચનો ડેટા શામેલ હશે અને ત્યારબાદ દર મહિને ડેટા જાહેર કરવામાં આવશે.
મીનીસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટીક એન્ડ ઇમ્પ્લીમેન્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, વર્ષાના પ્રથમ ત્રણ મહિના માટે દેતા અમે 15 મેના રોજ જાહેર કરીશું. આ પહેલી વાર છે જ્યારે અમે આવું કરી રહ્યા છીએ. અન્ય મુખ્ય અર્થતંત્રોથી વિપરીત, ભારતમાં બેરોજગારી પર હાઈ ફ્રિકવન્સી ડેટા કલેક્શન એન્ડ ડિસ્કલોઝરની સિસ્ટમ નથી.
આપણ વાંચો: UPSC 2024નું લિસ્ટ જાહેર થયું, ગુજરાતની 2 વિદ્યાર્થિની ટોપ 10માં
અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી, સરકાર ત્રિમાસિક ધોરણે શહેરી બેરોજગારીનો ડેટા અને વાર્ષિક ધોરણે ગ્રામીણ અને શહેરી બેરોજગારીનો ડેટા સંયુક્ત રીતે જાહેર કરતી રહી છે. અધિકારીએ જણાવ્યું કે ડેટા સંગ્રહ આંકડાકીય રીતે મજબૂત છે.