ઐશ્વર્યા રાય-બચ્ચને કહ્યું માઈ નેમ ઈઝ નોટ… અભિષેક જોતો જ રહી ગયો

બચ્ચન પરિવારની ગણતરી ભલે દુનિયાના મોસ્ટ પ્રેસ્ટિજિયસ અને પાવરફૂલ ફેમિલીમાં કરવામાં આવે છે, પરંતુ આ બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં ભલે પોતાની દીકરી આરાધ્યા સાથે પતિ અભિષેક બચ્ચન (Abhishek Bachchan)થી અલગ રહે છે, પણ ઐશ્વર્યાએ ક્યારેય બચ્ચન પરિવારનું નામ કે આબરુમાં જરાય ઘટાડો નથી થવા દીધો. પરંતુ આ બધા વચ્ચે બચ્ચન પરિવારને લઈને ઐશ્વર્યાએ કરણ જોહરના શો કોફી વિથ કરણ પર એવી વાત કહી હતી કે અભિષેક એને જોતા જઈ રહ્યો છે.
આવો જોઈએ બચ્ચન પરિવાર માટે ઐશ્વર્યાએ એવું તે શું કહ્યું…
વાત જાણે એમ છે કે કરણ જોહરના શો કોફી વિથ કરણના એક એપિસોડમાં ઐશ્વર્યા રાય-બચ્ચન પતિ અભિષેક બચ્ચન સાથે પહોંચી હતી. જ્યાં રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ ઐશ્વર્યાને પૂછે છે કે અમિતાભ બચ્ચન માટે એક શબ્દ… જેના જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું બેસ્ટ… બેસ્ટ… બેસ્ટ… ત્યાર બાદ ઐશ્વર્યાને પ્રિયંકા ચોપરા અને કરિના કપૂરમાંથી બેસ્ટ એક્ટ્રેસ કોણ છે પૂછવામાં આવ્યું તો ઐશ્વર્યાએ કરિનાનું નામ લીધું.
કરણ જોહરે શોના આ રાઉન્ડમાં આગળ પૂછ્યું કે શાહરુખ, સલમાન, આમિર અને સૈફમાંથી બેસ્ટ એક્ટર કોણ છે? પરંતુ આ સાંભળીને ઐશ્વર્યા કંઈ કહે એ પહેલાં અભિષેક કહે છે કે બીજા એક્ટર્સના નામ પણ ઉમેરો અને ઐશ્વર્યાએ જવાબ આપ્યો ધ બચ્ચન ઓલ ધ સિઝન… અને માય નેમ ઈઝ નોટ ખાન.
ઐશ્વર્યા રાય-બચ્ચનનો આ જવાબ સાંભળીને કરણ જોહર ચોંકી ઉઠે છે અને અભિષેક ઐશ્વર્યાને જોતો રહી જાય છે. ઐશ્વર્યાનો આ જવાબ સાંભળીને અભિષેકની છાતી ગર્વથી ફૂલાઈ જાય છે. ટૂંકમાં ઐશ્વર્યાએ રેપિડ ફાયર રાઉન્ડમાં બચ્ચન પરિવારને જરાય લેટ ડાઉન નહોતું કર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં એક બોલીવૂડ પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારથી અલગ અલગ જોવા મળી હતી. ઐશ્વર્યા પોતાની દીકરી સાથે પાર્ટી એન્જોય કરી રહી હતી અને અભિષેક પોતાના પરિવાર સાથે પાર્ટી એન્જોય કરી રહ્યો હતો. ત્યારથી બંને વચ્ચે કંઈ ઠીક નથી એવી ચર્ચા ચાલી રહી હતી અને બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે એવો દાવો કરતાં અહેવાલો પણ સામે આવ્યા હતા. એક વેડિંગ ફંક્શન, એ પહેલાં લગ્ન અને બીજી અનેક ઈવેન્ટમાં ઐશ-અભિ સાથે દેખાયાને બંનેની અલગ થવાની અફવા પર હાલ પૂરતું તો પૂર્ણવિરામ મૂકાયું છે.
આ પણ વાંચો…ઐશ્વર્યા રાય-બચ્ચન નહીં આ મહિલાએ અભિષેક પર કર્યો કિસનો વરસાદ… વીડિયો થયો વાઈરલ…