નેશનલ

તેલુગુ ફિલ્મ સુપર સ્ટાર મહેશ બાબુને EDનું તેડું; આ મામલે થશે પૂછપરછ

હૈદરાબાદ: તેલુગુ ફિલ્મ એક્ટર મહેશ બાબુને મુશ્કેલીમાં ફસાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે (ED Summon to Mahesh Babu) બોલાવ્યા છે. એહવાલ મુજબ હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે જોડાયેલા એક મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં EDએ મહેશ બાબુને સમન્સ પાઠવ્યા છે. મહેશ બાબુને 28 એપ્રિલે EDની હૈદરાબાદ ઓફીસમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે 16 એપ્રિલના રોજ ED એ તેલંગાણામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDએ હૈદરાબાદના સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. હૈદરબાદની જાણીતી કન્સ્ટ્રકશન કંપનીઓ સુરાણા ગ્રુપ અને સાંઈ સૂર્યા ડેવલપર્સ સાથે જોડાયેલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. કંપનીઓ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ(PMLA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા પાડ્યા બાદ મહેશ બાબુને સમન્સ પાઠવવામાં આવ્યું છે.

મહેશ બાબુનો કંપની સાથે શું સંબંધ છે?

રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ ન કરવાના આરોપો સાથે ED આ કંપનીઓ સામે કાર્યવાહી કરી રહી છે. સાઈ સૂર્યા ડેવલપર્સના માલિક કંચરલા સતીશ ચંદ્ર ગુપ્તા ‘ગ્રીન મીડોઝ’ નામના પ્રોજેક્ટમાં કથિત ખામીઓની પણ તપાસ થઇ રહી છે. એક્ટર મહેશ બાબુ આ પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર હતા. જોકે, હજુ સુધી તેની સામે કોઈ આરોપ લાગવવામાં આવ્યો નથી.

મળતી માહિતી અનુસાર, 32 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે કંચરલા સતીશ ચંદ્ર ગુપ્તા અને તેમની કંપની સામે સ્થાનિક પોલીસમાં છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જેને આધારે EDએ તાપસ શરુ કરી છે.

આ પણ વાંચો…EDની આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન જગન રેડ્ડી સામે કાર્યવાહી, 800 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button