આહારથી આરોગ્ય સુધી: પ્રસૂતિ પછી સ્ત્રી માટે રામબાણ ઔષધી દશમૂલ કાઢો

-ડૉ. હર્ષા છાડવા
સુવાવડી સ્ત્રીએ સુવાવડ (ડીલીવરી પછી) શું કાળજી રાખવી જોઈએ એ અંગે જાત જાતની માન્યતાઓ અને ઘરગથ્થુ ઈલાજ-ઓસડિયાં-કાઢા માટે છે. સુવાવડ પછી લગભગ ચાલીસ દિવસ કે દોઢ મહિનો જેટલો સમય અવયવોને પૂર્વ સ્થિતિમાં આવતાં થાય છે. આ ગાળા દરમ્યાન સંભાળ, સ્તનપાન, દુખાવા વગેરેની કાળજી જરૂરી બને છે. કાળજી માટે ખાવાપીવા પર કાળજી અતિ જરૂરી બને છે. તેમજ ઔષધ અને ઓસડિયાનું વધુ મહત્ત્વ છે. જે આગળ જતાં બાળકની પ્રતિરક્ષા પ્રણાલી તેમજ સુવાવડી બાઈની શરીરની મજબૂતી માટેની માવજત જરૂરી છે. આપણી પાસે પરંપરાગત રીતે બનતાં ઓસડિયાં એ અતિ મહત્ત્વપૂર્ણ છે. જે આપણી પાસે સરળતાથી મળી રહે છે. બસ એના વિશે જ્ઞાન હોવું જરૂરી છે. યોગ્ય ચિકિતસક પાસે જવું જરૂરી છે. ઓસડિયાની માત્રાનું પ્રમાણ જાણવું જરૂરી છે. જે આગળ જતાં રોગો સામે લડવાની ક્ષમતા વધારી દે છે. બાળકની ઈમ્યુનીટી માટે જરૂરી બની જાય છે.
દશમૂલ કાઢો, પંચમૂલ કાઢો, સપ્તમૂલ કાઢો વગેરે છે. સુવાવડીની ક્ષમતા અનુસાર આ કાઢા કે ઓસડિયા આપવા જોઈએ. આ કાઢા કે ઓસડિયાના દૃવ્યની માત્રાનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ. આવા ઓસડિયા બનાવવા માટે આપણી પાસે ઘણીયે વનસ્પતિના પાઉડર સરળતાથી મળે છે જે ઘણાય વિકારનો સામનો કરવાની ક્ષમતા આપે છે. બાળકોને પણ ક્ષમતાવાન બનાવે છે. સુવાવડ પછી કમરના દુ:ખાવા, વાળ ખરવા, કળતર થવી વગેરે દૂર થાય છે.
દશમૂલ કાઢી બનાવવા માટેની ઔષધી
ગંભારી – (શીવણ – મેલીની આરબોરીયા) – આ વનસ્પતિનો પાઉડર મળી રહે છે. આ સુપર બ્રેનટોનિક છે, દુ:ખાવા, સોજા, બળતરાને શાંત કરે છે. વાળનો ગ્રોથ વધારે છે. વાઈરસ, કૉલેરા, ઝાડા, વિકનેસ, હાડકાંની મજબૂતી કરે છે. આર્ટરી કડક થતી બચાવે છે. લોહીને સુધારી હિમોગ્લોબિન વધારી દે છે. કેલ્શિયમ વધારી દે છે, જેથી દાંત આવવાની કે દાંતની તકલીફ દૂર કરે છે. આંતરડા સ્વચ્છ રાખે છે. ચામડીની ચમક વધારી દે છે. વિટામિન-સી- બી-1, બી-2 થાઈમીન હોવાથી ઘાવ ભરી દે છે. હાર્ટને મજબૂત કરે છે. આનો ઉપયોગ અવશ્ય થવો જોઈએ.
ગોખરુ – (ટીબ્યુલસ ટેરેસ્ટીસ)
મૂત્રના બધા જ વિકાર સારા કરે છે. ગર્ભશૂળ – વાયુ કાઢે છે. શીઘ્રપતન, હરસ, ઈન્દ્રલુપ્ત (ઉદરી) જેવી બીમારી ઠીક કરે છે અથવા થવા દેતો નથી. નાડીની નબળાઈ દૂર કરે છે. પથરી તોડવામાં કે અંદરના બ્લોકેઝ દૂર કરે છે.
સ્પ્તપર્ણી – (આલ્રટોનીયા સ્કોલેરીસ)
ધાવણ શુદ્ધ કરવા, પેશાબ ઘાટો આવતો હોય તો તેને શુદ્ધ કરવા, ઝેર કાઢવા, ઘા ભરવા, ખાંસી, દમ, દાંત કૃમિ માટે અતિ ઉપયોગી છે.
પાટલા – (સ્ટેરીયોસ્પમમ ટેટ્રાગોનમ), મૂત્રવિકાર, મૂત્રઘાત, બ્લડ ડીસઓર્ડર, તાવ, અસ્થમા, પાઈલ્સ, ગેસ્ટ્રીક અસર, હેડકી, પથરી, બળતરાને દૂર કરે છે. આના ફૂલનો ગુલકંદ દરેક વિકાર દૂર કરે છે. આનો પાઉડર કાઢામાં નાખવો.
ચિત્રક: (પ્લુમબગી જેલેનીયક)
અતિ મહત્ત્વની છે. મસલ્સને રિલેક્સ કરે છે. ફેટ ડિપોઝિટ થવા દેતી નથી, લોહીભ્રમણ સુધારે છે. આંખોનું તેજ વધારે છે. કૃષ્ઠરોગ કે ચામડીના વિકાર કાઢે છે. કફને સુધારે છે. સોજા કાઢી નાખે છે. આર્થરાઈટીસ માટે રામબાણ છે. ઉંદરનું ઝેર ઉતારે છે, હાથીપગમાં લાભદાયક છે. ધાવણ વધારે છે, ભૂખ લગાડે છે.
પૃશ્નિ પર્ણી – (યુરેરિયા પીક્ટા) પીઠવણ
ગર્ભને ખરાબ બેક્ટેરિયાથી બચાવે છે. સ્ટ્રોંગ જીવાણું નાશક છે. આંખોનું તેજ વધારે છે. હાડકાં મજબૂત કરે છે. તૂટેલા હાડકાંને જોડે છે. એકાતરી તાવ દૂર કરે છે. તરસનો રોગ દૂર કરે છે. હરસ કફ માટે લાભદાયી છે.
નરવેલ (પ્રેના સેરોટક ફોલિયા) અરણી – પાવરફૂલ વનસ્પતિ છે.
વજન ઘટાડવા, લોહી સાફ રાખવા, કબજિયાત રહેવા દેતો નથી. પચવાની ક્ષમતા વધારે છે. ગર્ભટોનિક છે.
ઊભી રીંગણી: ઊલટી, તાવ, પેટનો દુ:ખાવો, શરીરના દુ:ખાવા, ડાયેરીયા, અસ્થમા પર કામ કરે છે. કાર્ડિયાક ડિસઓર્ડર માટે કામ કરે છે. બાળકની ઈમ્યુનિટી વધારી દે છે.
નાગરમોથ – (સાઈપરસ રોટન્ડસ)
ઝાડા, તરસ, કફ, ખાંસી, લોહીવાળા ઝાડા, વાઈ, પ્લેટલેટ વધારવા, ઘાવ ભરવા, કીડનીને સાફ રાખવા, અંધાપો દૂર કરે છે. હિમોગ્લોબિન વધારે છે. આંખનું ચાંદુ દૂર કરે છે. કેન્સરને દૂર કરે છે. વાઈરસથી લડે છે
વિદારી કંદ: સ્તનવૃદ્ધિ કરે, વીર્યપુષ્ટિ કરે, શક્તિવર્ધક, ભસ્મક રોગ દૂર કરે છે. કેલ્શિયમ અને પોટેશિયમની ચેનલ એક્ટિવ કરે છે. કાર્ડિયા વાસ્કુલર માટે અતિ ઉપયોગી છે. રક્તશુદ્ધિ, સંગ્રહણી, પિત્તશૂલ આમવાત માટે ઉપયોગી છે. આ અતિ ગુણવાન વનસ્પતિ છે.
આવા અનેક ઔષધો જે દશમૂલમાં વાપરી શકાય છે. ગુડમાર, અશ્ર્વગંધા, કંટકારી, વાયવરણો, વાવડીંગ, વજ્રદંતી, સુદર્શન, ઉપલસર, હરીદ્રા, આમળા, ગડચી, અનંતમૂલ, પરીપાક.
આપણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ : તમે ચાલશો તો તમારું આરોગ્ય સારું એવું દોડશે !
દશમૂલ, પંચમૂલ, ચર્તુથમૂલ, લઘુમૂલ જેવા કાઢા ઉપરની ઔષધી નાખી બનાવી શકાય છે. સુવાવડીની ક્ષમતા અનુસાર આ કાઢા કે ઓસડિયા જરૂરી છે. જે ગર્ભને શુદ્ધ કરી દે છે. ઈમ્યુનિટી વધારી દે છે. એનિમિયા જેવી બીમારી થતી નથી, બાળકનો વિકાસ કરે છે. આ કાઢા લેવાથી ધાવણમાં વધારો થાય છે. ધાવણમાંથી આ ઔષધો બાળકને મળે છે જે તેની ઈમ્યુનિટી વધારી દે છે. આ વિશે જાણકારી હોવી જરૂરી છે. જે આવનાર પેઢી અને માતાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. બજારમાં દશમૂલ કાઢો તૈયાર મળે છે પણ તેમાં કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવ ન હોવા જોઈએ. બધા પાઉડર ગાંધીની દુકાને મળે છે તેને પાણીમાં ઉકાળી કાઢો બનાવો.